Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કેન્સર કેર યુનિટ દ્વારા યોજાયો સરસ્વતી સત્કાર સમારોહ

કેન્સર અંગે જનજાગૃતિ સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના કેન્સર કેર કાઉન્સિલ દ્વારા સંસ્થાના સભ્યોના બાળકોને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન કાર્યક્રમ અને કેન્સર જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જાણીતા ઉદ્યોગપતિ આર.કે. શાહ, શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશનના પ્રમુખ વેલજીભાઈ શાહ, ટ્રસ્ટી અને મણિભટ્ટ ગ્રુપના પ્રમુખ કીર્તિભાઈ દોઢિયા, આઈટીઆરએ ડેપ્યુટી ડાયરેક્ટર તથા હેડ અગદતંત્ર વિભાગના ડો. વર્ષાબેન સોલંકી,સેવા મંડળના પ્રમુખ ઊરેશભાઈ મણિયાર, ફાલ ફાર્મસીના રાશેશભાઈ દવે, ફિઝિયોથેરાપીસ્ટ ડો. નિરાલી કારિયા, લાયન્સ સેકન્ડ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર નીરવભાઈ વડોદરિયા, ઝોન ચેરમેન સુરેશચંદ્ર રાડિયા, ડો. રાહુલ ગોહિલ, ડો. કૃણાલ વાઢેર, લાયન્સ ઈસ્ટના પ્રકાશભાઈ ઠક્કર દ્વારા કરાયું હતું.

પ્રાસંગિક પ્રવચન આર.કે. શાહ, વેલજીભાઈ શાહ, રાસેશભાઈ દવે દ્વારા કરવામાં આવેલ અને સંસ્થાની કેન્સરના દર્દીઓને અપાતી આર્થિક સહાયની કામગીરીને બિરદાવી હતી. સરસ્વતી સન્માન કાર્યક્રમમાં સંસ્થાના ૩પ બાળકોને મોમેન્ટો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા મનિષાબેન ચૌહાણ, ધ્રુવીબેન સોમપુરા, સંદીપભાઈ મહેતા, ધર્મેશભાઈ પટેલ, સુરેશભાઈ ભીંડી, હરિશભાઈ ચૌહાણ, હીનાબેન અગ્રાવત, પિયુષભાઈ ધ્રુવ, સ્નેહા ચૌહાણ, રાકેશભાઈ સોમપુરા, યોગેશભાઈ કુવાડિયાએ જહેમત ઊઠાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ડો. વર્ષાબેન સોલંકી, ડો. રાહુલ ગોહિલ, ડો. કૃણાલ વાઢેરે કેન્સર થવાના કારણો અને કેન્સર કઈ રીતે રોકી શકાય છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં સંગીતમય કરાઓકે દ્વારા સિંગર ડો. પલ્લવીબેન પારેખ, જયશ્રીબેન મણિયાર, કમલભાઈ પારેખ, નિલેશભાઈ ભટ્ટ દ્વારા સંગીતનો રસથાળ પીરસવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh