Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના બાલંભાના દર્દીને એકાદ મહિના સુધી દાખલ રાખી લઈ લેવામાં આવ્યા રૂ.૬ લાખ

હાર્ટ ઈન્સ્ટિટયૂટ પછી જેસીસી સામે પણ આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરની જેસીસી હોસ્પિટલના હાર્ટ ઈન્સ્ટિટયૂટમાં જરૂર ન હોય તેવા દર્દીઓના હૃદયના ઓપરેશન કરી નખાયાના બહાર આવેલા કૌભાંડ વચ્ચે જોડિયાના બાલંભાના એક આસામીએ પણ પોતાના પિતાને એકાદ મહિના સુધી દાખલ રાખી જેસીસી હોસ્પિટલ દ્વારા રૂ.૬ લાખ લઈ લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી રજૂઆત પોલીસ સમક્ષ અરજીના સ્વરૂપમાં કરી છે.

જામનગરના સુમેર કલબ રોડથી દિગ્વિજય પ્લોટ તરફ જવાના માર્ગ પર આવેલી જામનગર ક્રિટીકલ કેર સેન્ટર નામની હોસ્પિટલના હાર્ટ ઈન્સ્ટિટયૂટ વિભાગમાં સંખ્યાબંધ દર્દીઓના હૃદયના ઓપરેશન કરવામાં આવ્યા હતા. એક સમયગાળામાં જ આટલા બધા ઓપરેશન થતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તેની ચકાસણી કરાતા ચાર ડઝનથી વધુ લોકોને જરૂર ન હોવા છતાં હૃદયના ઓપરેશન કરી આપવામાં આવ્યાનું ખૂલતા ખળભળાટ મચ્યો હતો.

આ હોસ્પિટલમાં પીએમજેએવાય કાર્ડ હેઠળ ઓપરેશન કરી સરકાર પાસેથી નાણા મેળવી લેવાના આ કૌભાંડમાં ડો. પાર્શ્વ વોરાનું નામ ખૂલ્યા પછી આ ડોક્ટર પલાયન થઈ ગયા છે. ત્યારે જ જોડિયા તાલુકાના બાલંભા ગામના એક આસામીએ  આજે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેસીસી હોસ્પિટલ વિરૂદ્ધ અરજી પાઠવી છે.

અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ બેચરભાઈ મનજીભાઈ જાદવ નામના પ્રૌઢને ગઈ તા.૩૧ ઓગસ્ટના દીને જેસીસી હોસ્પિટલમાં આંચકીની બીમારી સબબ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને દાખલ થઈ જવાની સલાહ અપાતા પરિવારજનોએ બેચરભાઈને દાખલ કરી દેવાયા હતા. ચાર-પાંચ દિવસ રાખવા પડશે તેમ કહેવાયા પછી એકાદ મહિનાથી દાખલ રખાયા હતા અને તે દરમિયાન રૂ.૬ લાખ જેટલી રકમ મેળવી લેવાઈ હતી અને દર્દીની તબીયત સુધરી ન હતી તેમ છતાં યોગ્ય પ્રત્યુત્તર આપ્યા વગર જ ઘરે લઈ જાવ અને સેવા કરો તેવી સલાહ આપી રજા આપી દેવામાં આવી હતી.

હાલમાં આ વૃદ્ધ દર્દી બેભાન અવસ્થામાં જિંદગીના દિવસો પસાર કરી રહ્યા છે. ઉપરોક્ત કૌભાંડ અખબારોમાં ચમકતા પોતાની સાથે પણ પૈસા પડાવવા માટે આમ કરવામાં આવ્યું છે તેમ માની આજે જામનગર આવેલા બેચરભાઈના પુત્ર પ્રવીણભાઈએ પોલીસમાં અરજી પાઠવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh