Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૦ નવેમ્બરથી છઠ્ઠી ડિસેમ્બર સુધી
ખંભાળીયા તા. ૨૫: શાસ્ત્રી જીતેશભાઈ શુક્લના વ્યાસાસને ખંભાળીયાના ખામનાથ સત્સંગ મંડળ દ્વારા તા. ૩૦-૧૧-૨૫ થી તા. ૬-૧૨-૨૫ સુધી હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે.
ખંભાળીયાના ખામનાથ સત્સંગ મંડળ દ્વારા હરિદ્વારમાં તા. ૩૦-૧૧-૨૫ થી તા. ૬-૧૨-૨૫ સુધી ગંગા કિનારે પાવન ધામ આશ્રમમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું માત્ર બહેનો દ્વારા ભવ્ય આયોજન થયું છે.
હરિદ્વારમાં ખંભાળીયાની માત્ર બહેનો દ્વારા આયોજિત આ સપ્તાહની વ્યાસપીઠ ઉપર જાણીતા વક્તા જીતેશભાઈ શુકલ બીરાજશે તથા તા. ૩-૧૨ના શ્રીકૃષ્ણ જન્મ, શ્રીરામ જન્મ તથા તા. ૫-૧૨ના શ્રી રૂક્ષ્મણી વિવાહ અને તા. ૬-૧૨ના સુદામા ચરિત્ર સાથે કથાનું સમાપન થશે.
મુખ્ય આયોજક તરીકે ખંભાળીયાના ભાજપ અગ્રણી તથા જિલ્લા મહિલા બ્રહ્મ સમાજના પ્રમુખ એડવોકેટ ફાલ્ગુનીબેન અમિતભાઈ વ્યાસ, દીપાબેન રાજેશભાઈ જોશી, રંજનબેન બારોટ અંકલેશ્વરીયા છે.
સપ્તાહના મુખ્ય મનોરથી યજમાન પરિવાર તરીકે ડો. નિલેશભાઈ ગોપાલદાસ રાયઠઠ્ઠા તથા ડો. કાશ્મીરાબેન ઉપેનભાઈ ચંદારાણા છે. જ્યારે શ્રીકૃષ્ણ જન્મના મનોરથી નીરાલી જયંતભાઈ મામતોરા છે. કન્યાપક્ષ પરિવારમાં શ્રીમતી પૂનમબને ઉપેનભાઈ ચંદારાણા તથા વરપક્ષમાં શ્રીમતી હંસાબેન ચંદ્રેશભાઈ શ્રીમાંકર પરિવાર રહેશે.
ખંભાળીયાથી બહેનો સાથે ૧૭૫ ભાવિકો આ હરિદ્વારની કથામાં લાભ લેવા જવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial