Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના આસામી સાથે છેતરપિંડીના કેસમાં એક આરોપીના આગોતરા નામંજૂર

આરટીઓ ચલણના નામે ફાઈલથી થઈ હતી છેતરપિંડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: કાલાવડના એક કારખાનેદાર ના મોબાઈલમાં આરટીઓ ચલણના નામે પાંચ મહિના પહેલાં આવેલી એપીકે ફાઈલના માધ્યમથી કુલ રૂ.૬,૩૯,૯૯૯ ઉપડી ગયા હતા. તેની તપાસ દરમિયાન એક આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

કાલાવડના વિમલભાઈ મનસુખભાઈ વેકરીયાના મોબાઈલમાં પાંચ મહિના પહેલાં આરટીઓ ચલણના નામે એક એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી. તે મેસેજ ખોલતા જ વિમલભાઈના બેંક ખાતામાંથી રૂ.૨ લાખ અને તેમના પિતાના બેંક ખાતામાંથી રૂ.૬,૩૯,૯૯૯ ઉપડી ગયા હતા.

આ બાબતની સાયબર ક્રાઈમ હેલ્પલાઈનને જાણ કરાતા તપાસ શરૂ થઈ હતી. જ્યારે ચોટીલાથી મનસુર સુભાન આગરીયા નામના શખ્સે ફોન કરીને વિમલભાઈને જણાવ્યું હતું કે, મારા ખાતામાં તમારામાંથી રૂ.૫૦ હજાર જમા થયા છે અને મારૃં ખાતુ બ્લોક થયું છે તેથી વિમલભાઈએ તપાસ કરતા સમીર ઉર્ફે ચુચુ મનસુર સુડાતર અને સીરાજ મનુભાઈ કાપડીયાનું નામ ખૂલ્યું હતું.

તે દરમિયાન મનસુર સુભાનભાઈએ આગોતરા જામીન મેળવવા જામનગર કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ અરજી ફગાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh