Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કર્મ વિરોધી કાયદાના દુરઉપયોગ સામે સુપ્રિમકોર્ટની લાલબતીઃ ચાર્જશીટ રદ્દ

મુંબઈની વડી અદાલતના આદેશને પલ્ટયો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. રપઃ દુષ્કર્મ વિરોધી કાયદાના દુરૂપયોગ સામે સુપ્રિમ કોર્ટે લાલબત્તી ધરી છે.

સુપ્રિમ કોર્ટે દુષ્કર્મના એક કેસમાં કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દરેક અસફળ અથવા ખરાબ સંબંધને દુષ્કર્મનું નામ આપવું ગુનાની ગંભીરતાને ઓછી કરી દે છે. દુષ્કર્મનો આરોપ એ સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે. જ્યાં હકીકતમાં યૌન હિંસા અથવા જબરદસ્તી કરવામાં આવી હોય, ફક્ત એવા જ કેસમાં આવો આરોપ લગાવેલો હોવો જોઈએ.

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સોમવારે (રપ નવેમ્બર) એક કેસની સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. મહારાષ્ટ્રના એક વકીલ પર દુષ્કર્મ અને ગુનાઈત ધમકીનો આરોપ લગાવતી એફઆઈઆર અને ચાર્જશીટને કોર્ટે નાકરી દીધી છે.

હકીકતમાં ફરિયાદી મહિલાએ શરૂઆતમાં ભરણપોષણના એક મામલે કાયદાકીય મદદ માટે વકીલનો સંપર્ક કર્યો હતો અને બાદમાં તે કથિત રૂપે લાંબા સમય સુધી વકીલની સાથે સંબંધોમાં રહી હતી. બાદમાં તેણે વકીલ ઉપર દુષ્કર્મ અને ગુનાઈત ધમકીનો આરોપ લગાવ્યો હતો.

કોર્ટે આ કેસમાં કહ્યું કે, દુષ્કર્મનો ગુનો સૌથી ગંભીર પ્રકારનો ગુનો છે. આ ફક્ત એવા જ મામલે લગાવવો જોઈએ, જ્યાં હકીકતમાં યૌન હિંસા, બળજબરી અથવા સ્વતંત્ર સંમતિની કમી હોય. દરેક ખરાબ સંબંધને દુષ્કર્મના ગુનામાં બદલવો ન ફક્ત ગુનાઈત ગંભીરતાને ઓછી કરે છે, પરંતુ આરોપી પર ક્યારેય દૂર ન થાય એવું કલંક અને ગંભીર અન્યાય પણ થોપે છે. ન્યાયતંત્ર કાયદાના આવા દુરૂપયોગ પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.

આ સાથે જ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના એ આદેશને પણ રદ્ કરી દીધો, જેમાં કાર્યવાહીને રદ્ કરવાનો ઈનકાર કરી દેવાયો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પર હાજર પુરાવા સ્પષ્ટપણે સંમતિથી બનેલા સંબંધ તરફ ઈશારો કરે છે, જે બાદમાં કડવાશભમાં બદલાઈ ગયા હતાં. મહિલા (ફરિયાદી) પોતે પુખ્ત વયની છે, શિક્ષિત છે. પોતાની ઈચ્છાથી વકીલના સંપર્કમાં રહી હતી. તે અવારનવાર વકીલને મળતી રહી અને તરણ વર્ષ સુધી તેની સાથે ગાઢ ભાવનાત્મ રૂપે જોડાયેલી હતી.

આ નિર્ણયમાં કોર્ટે સ્વીકાર્યું કે, ભારતીય સમાજમાં મહિલાઓ અવારનવાર લગ્નના વચન પર સંબંધ માટે સંમતિ આપે છે અને જો તે વચન ફક્ત તેનું શોષણ કરવા કે ખરાબ નિયત સાથે આપવામાં આવ્યું હોય, તો આવી સંમતિ અમાન્ય હોય શકે છે. એવા મામલે કાયદાએ સંવેદનશીલ રહેવું જોઈએ, પરંતુ આવા આરોપોનું સમર્થન વિશ્વસનિય પુરાવા અને નક્કર તથ્યો પર આધારિત હોવું જોઈએ, ન કે નિરાધાર આરોપ અથવા નૈતિક અનુમાન પર.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh