Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિઝન રેલ કર્મચારીને જનરલ મેનેજમેન્ટ દ્વારા સન્માનિત કરાયા

રેલવે સેફટીની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: પશ્ચિમ રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૧ કર્મચારીઓને મુંબઈમાં જનરલ મેનેજમેન્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં હાલારના પણ એક કર્મચારીનો સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજમેન્ટ વિવેકકુમાર ગુપ્તાના હસ્તે રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૧૧ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. જેમાં તેમને જી.એમ. સલામતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમાં રાજકોટ રેલવે ડિવિઝનના કર્મચારી એવા ગેટ મેન મનિષકુમારનો પણ સમાવેશ થાય છે. ગત તા. ૧૦ ઓકટોબરના મનિષકુમાર ભોપલકા-ભાતેલ સેક્શનમાં ફાટક નંબર ૨૫૨ માં પોતાની ફરજમાં હતા ત્યારે પસાર થનાર ઓખા-દહેરાદુન ટ્રેનમાં એન્જિનથી ત્રીજા કોચમાં ધુમાડો જોયો હતો. તુરત જ તેમણે સ્ટેશન માસ્તરને જાણ કરતા આ ટ્રેનને આગલા સ્ટેશને ભાતેલમાં રોકી દેવામાં આવી હતી. આથી લોકો પાયલોટ અને ટ્રેન મેનેજરે ટેકનીકલ તપાસ કરીને જામ બ્રેક લોકની ઓળખ કરીને બે અગ્નિશામક યંત્રની મદદથી જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરીને સંભવિત દુર્ઘટના ટાળી હતી અને ટ્રેનને આગળ જવા તરફ રવાના કરી હતી.

આમ મનિષકુમારની સજાગતા, સમર્પણ અને તાત્કાલીક નિર્ણય લેવાની ક્ષમતાને કારણે મોટી દુર્ઘટના રોકી હતી. સાથો સાથ ટ્રેન નં. સંચાલિત સમગ્ર રેલવેની સંમતિ પછી સંભવિત નુકસાનીથી બચાવ્યા હતા.

જી.એમ. વિવેકકુમાર ગુપ્તાએ પુરસ્કાર મેળવનાર તમામ ૧૧ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે કર્મચારીની નિષ્ઠા અને કાર્ય પ્રત્યેનું સમર્પણ, સમગ્ર પશ્ચિમ રેલવે માટે પ્રેરણાસ્ત્રોત છે.

રાજકોટના ડી.આર.એમ. ગીરીરાજકુમાર મીનાએ પણ ગેટ મેન મનિષકુમારને અભિનંદન આપ્યા હતા અને તેમના નોંધનીય કાર્યની સરાહના કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh