Advertisement
Author: નોબત સમાચાર

ઈથિયોપિયાના જવાળામુખીની રાખ ૨૪ કલાકમાં ૪ હજાર કિ.મી.નું અંતર કાપી ગુજરાત થઈને દિલ્હી પહોંચી

'જેટ સ્ટ્રીમ' નામનો શકિતશાળી પવન જવાબદારઃ અનેક ફલાઈટો રદ કે ડાયવર્ટ કરાઈ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૫: ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં આવેલો હૈલ ગુબ્બી જ્વાળામુખી ૨૩ નવેમ્બર ૨૦૨૫ના ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ વર્ષમાં પહેલી વાર ફાટ્યો, જેની સીધી અને આશ્ચર્યજનક અસર ભારતના વાતાવરણ પર જોવા મળી રહી છે. આ જ્વાળામુખીની રાખ ૪,૦૦૦ કિલોમીટરનું વિશાળ અંતર માત્ર ૨૪ કલાકમાં કાપીને ગુજરાતથી લઈને દિલ્હી સુધીની હવામાં ફેલાઈ ગઈ છે. આ રહસ્યમય યાત્રા પાછળ 'જેટ સ્ટ્રીમ' નામનો શક્તિશાળી પવન પ્રવાહ જવાબદાર છે.

ગઈકાલે રાત્રે ઇથોપિયાના હૈલે ગુબ્બી જ્વાળામુખીમાંથી નીકળેલી ભારે રાખ ઉત્તર-પશ્ચિમ ભારતમાં પહોંચી, જેના કારણે અનેક રાજ્યોમાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ૧૦,૦૦૦ વર્ષ પછી થયેલા આ દુર્લભ વિસ્ફોટથી નીકળેલી રાખ રાજસ્થાન, ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી-એનસીઆર અને પંજાબમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ફલાઇટ સેવાઓમાં ભારે વિક્ષેપ પડ્યો છે.

ગઈકાલે સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ રાખનો એક વિશાળ વાદળ ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો. આ વાદળ ૧૦-૧૫ કિમીની ઊંચાઈએ ૧૦૦-૧૨૦ કિમી/કલાકની ઝડપે આગળ વધતું રહૃાું. જોકે ઊંચાઈ પર આ રાખની અસર જમીન પર ઓછી હતી, પરંતુ તેની હવાઈ ટ્રાફિક પર મોટી અસર પડી હતી.

રાખના વાદળો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી ઇન્ડિગોએ ઓછામાં ઓછી છ ફલાઇટ્સ રદ કરી. તેવી જ રીતે, અકાસા એર દ્વારા ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ જેદ્દાહ, કુવૈત અને અબુ ધાબીની સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ઘણી આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ ભારતીય એરલાઇન્સ તે રૂટનો ઉપયોગ કરી શકી ન હતી, જેના કારણે વિલંબ અને રદમાં વધારો થયો હતો.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ તાત્કાલિક આસ્તામ ચેતવણી જારી કરી હતી, જેમાં તમામ એરલાઇન્સને રાખ ધરાવતા વિસ્તારો ટાળવા અને જરૂરી જ્વાળામુખીની રાખ પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બધા એરપોર્ટ્સને રાખના સંચયના સંકેતો માટે રનવેનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અને જો જરૂરી હોય તો કામગીરી સ્થગિત કરવા સૂચના આપવામાં આવી હતી.

દિલ્હી-એનસીઆરની હવા પહેલાથી જ પ્રદૂષિત છે, રાખ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આઇએમડીના ડિરેક્ટર જનરલ એમ. મહાપાત્રાએ જણાવ્યું હતું કે રાખનું પ્રમાણ વધારે છે, તેથી જમીન પર કોઈ ખાસ અસર થશે નહીં, જોકે આકાશ ધુમ્મસવાળું દેખાઈ શકે છે. આ હોવા છતાં, નિષ્ણાતો ચેતવણી આપી રહૃાા છે કે દિલ્હી-એનસીઆરમાં એકયુઆઈ પહેલાથી જ ખૂબ જ ખરાબ થી ગંભીર તરફ આગળ વધી રહૃાું છે. સોમવારે સાંજે ૪ વાગ્યે, દિલ્હીનો એકયુઆઈ ૩૮૨, નોઈડાનો ૩૯૭ અને ગાઝિયાબાદનો ૩૯૬ નોંધાયો હતો. એન્વાયરોકેટાલિસ્ટ્સના સુનિલ દહિયાએ જણાવ્યું હતું કે જ્વાળામુખીની રાખમાં સૂક્ષ્મ કણો, સલ્ફર ડાયોક્સાઇડ અને નાના પથ્થર અને કાચના કણો હોય છે, જે હવાની ગુણવત્તાને વધુ ખરાબ કરી શકે છે.

જ્વાળામુખીની રાખ આટલી ઝડપથી આટલું લાંબુ અંતર કેવી રીતે કાપી શકી, તેનો જવાબ પૃથ્વીના ઉપલા વાતાવરણમાં રહેલો છે. મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટીના જ્વાળામુખીશાસ્ત્રી સિમોન કાર્ને જણાવ્યું કે, રાખ લગભગ ૧૩૦ કિમી/કલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધી રહી હતી. જ્યારે રાખ ૧૪-૨૫ કિલોમીટરની ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે જેટ પ્રવાહ નામના તીવ્ર પવનોમાં ફસાઈ જાય છે. આ પવનો ૧૦૦-૨૦૦ કિમી/કલાકની ઝડપે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, જેણે રાખને 'ટ્રક'ની જેમ વહન કરી હતી.

જવાળામુખીની રાખનું તબક્કાવાર ટ્રાવેલીંગ

ઈથિયોપિયાના અફાર પ્રદેશમાં હૈલી ગુબ્બીમાં વિસ્ફોટ થયો હતો, જે એરિટ્રિયાની સરહદે છે. રાખ ત્યાંથી હવામાં ફેલાઈ હતી. ૨૩મી નવેમ્બર સાંજે રાખ રાતો સમુદ્ર પાર કરે છે. ૫૦૦-૬૦૦ કિ.મી.નું અંતર કાપી સાઉદી અરેબિયા અને યમનમાંથી પસાર થાય છે. ૨૪મી નવેમ્બર સવારે  રાખ ઓમાન ઉપરથી પસાર થઈને, જ્યાં પવનની દિશા તેને અરબી સમુદ્ર તરફ લઈ જાય છે. ૨૪મી નવેમ્બરે બપોરે અરબી સમુદ્ર પાર કરીને પાકિસ્તાન સ્પર્શી અને ગુજરાતમાં પહોંચે છે. ૨૪મી નવેમ્બર રાત્રે ૧૧ વાગ્યે રાખ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆરને આવરી લે છે. રાખ હિમાલય તરફ પણ આગળ વધી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh