Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રાસથી પરિણીતા પિયર પરત ફરીઃ
જામનગર તા. ૫: જામનગરના એક યુવતીના નિકાહ તેર વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા એક યુવાન સાથે થયા પછી તેણીને પતિ, સાસુ, સસરા, જેઠ-જેઠાણીએ શારિરીક તથા માનસિક ત્રાસ આપી કવરાવી દેતા તેણીએ પિયર પરત ફર્યા પછી પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગર શહેરના સમર્પણ સર્કલ નજીક ચેમ્બર કોલોનીમાં રહેતા સાહિસ્તાબેન સલીમ મોટલાણી (ઉ.વ.ર૭)ના નિકાહ વર્ષ ૨૦૧૧માં રાજકોટની ભગવતી સોસાયટીમાં રહેતા મોહસીન સફીભાઈ મોટલાણી સાથે થયા પછી એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા પછી પતિ સહિતના સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ પરિણીતાને પતિ મોહસીન, સાસુ રસીદાબેન, સસરા સફીભાઈ અબ્દુલકરીમ તેમજ જેઠ જાવિદ અને જેઠાણી સબિસ્તાબેને શારીરિક તથા માનસિક ત્રાસ આપી ગાળો ભાંડી હતી. તેનાથી કંટાળીને પિયર પરત આવેલા સાહિસ્તાબેને ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીએનએસની કલમ ૮૫, ૧૧૫ (ર), ૩૫૨, ૫૪ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial