Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીષણ ચક્રવાતમાં બોટ ફસાઈ હતીઃ ૭૦થી વધુ ગૂમ
નવી દિલ્હી તા. પઃ બોટ પલટી જતા એટલાન્ટિક મહાસાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૮૯ માછીમારોના જીવ ગયા છે. જ્યારે ૭૦ થી વધુ લોકો ગૂમ હોવાના અહેવાલો છે.
આફ્રિકન દેશ મોરિટાનિયામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એટલાન્ટિક મહાસાગરમાં પ્રવાસી માછીમારોથી ભરેલી બોટ પલટી જતાં ૮૯ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે પ વર્ષની બાળકી સહિત ૯ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૬ દિવસ પહેલા લગભગ ૧૭૦ માછીમારો આ બોટમાં બેસીને માછલી પકડવા માટે દરિયામાં ગયા હતાં.
આ માછીમારો સેનેગલ-ગેમ્બિયા સરહદ દ્વારા યુરોપ જઈ રહ્યા હતાં, પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં ભીષણ ચક્રવાતમાં બોટ ફસાઈ ગઈ હતી. દરિયાકાંઠાથી લગભગ ૪ કિલોમીટર દૂર તેમની બોટ ફસાઈ ગઈ હતી. મોરિશિયન કોસ્ટ ગાર્ડેને આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળ પહોંચવા રવાના થઈ ગઈ હતી. જો કે કોસ્ટ ગાર્ડની ટીમ પહોંચે તે પહેલાં જ ૮૯ લોકોના ડૂબી જવાથી મોત થયા હતાં.
મોરિશિયન કોસ્ટ ગાર્ડે પ વર્ષની બાળકી સહિત ૯ લોકોને બચાવ્યા હતાં. બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ ૭૦ થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે, જેમના માટે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા યમન અને અફઘાનિસ્તાનમાં આવી બે મોટી દુર્ઘટના થઈ ચૂકી છે. યમનના એડન શહેર નજીક દરિયાકિનારે બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૪પ થી વધુ લોકોના મોત થયા હતાં અને લગભગ ૧૪૦ લોકો ગુમ થયા હતાં, જેમનો પતો આજદિન સુધી લાગ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial