Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા
ગાંધીનગર તા. પઃ ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા પછી નવા પ્રદેશ અધ્યક્ષની પ્રક્રિયા હાઈકમાન્ડની પાઈપલાઈનમાં છે, ત્યારે સ્વયં પાટીલે પોતાને પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ જવાબદારીમાંથી મૂકત કરવાની માંગણી કરતા આજે કાર્યકારી પ્રદેશ ભાજપ અધ્યક્ષની જાહેરાત થવાની સંભાવનાઓ સુત્રો જણાવી રહ્યા છે.
શારીરિક છેડતી કે રેપના કેસોમાં રૂપિયા લઈને કરાયેલી સમજૂતી ના સ્વીકારી શકાયઃ દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી તા. પઃ દિલ્હી હાઈકોર્ટે રેપના એક કેસમાં આરોપી અને ફરિયાદી મહિલા વચ્ચે કોર્ટ બહાર થયેલી એક સમજૂતીને ફગાવી દીધી હતી. રેપના આરોપીએ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ કરવા માટે અપીલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન આરોપીએ એવો દાવો કર્યો હતો કે ફરિયાદી મહિલાએ મારી સાથે ફરિયાદ પરત લેવા માટે દોઢ લાખ રૂપિયામાં સમજૂતી કરી લીધી છે. માટે આ ફરિયાદને રદ કરી દેવામાં આવે. પરંતુ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વરણા કાંતા શર્માએ કહ્યું હતું કે, શારીરિક છેડતી કે રેપના કેસોમાં રૂપિયા લઈને કરાયેલી સમજૂતીનો સ્વીકાર ના કરી શકાય. કોર્ટે નોંધ્યું હતું કે, જો આ મહિલાએ જુઠ્ઠો કેસ દાખલ કરવામાં આવ્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ કોર્ટે રેપ કેસની ફરિયાદ રદ કરવાની અપીલ ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial