Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીનો ડેટા
નવી દિલ્હી તા. પઃ એક રાષ્ટ્રીય સંસ્થાના ડેટા મુજબ દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બેરોજગારીનો ઊંચો દર ચિંતાજનક છે.
મે ર૦ર૪ માં સાત ટકા રહ્યા પછી દેશમાં બેરોજગારીનો આંક વિતેલા જૂનમાં વધી ૯.ર૦ ટકા રહ્યો છે. ગયા મહિને બેરોજગારીનો આંક આઠ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. ગયા વર્ષના જૂનમાં આ આંક ૮.પ૦ રહ્યો હતો એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા જણાવે છે. પુરુષોની સરખામણીએ મહિલા બેરોજગારીની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
કન્ઝ્યુમર પિરામિડ્સ હાઉસહોલ્ડ સર્વે જે સેન્ટર સમયાંતરે હાથ ધરે છે તેના આધારે બેરોજગારીના ડેટા મેળવવામાં આવ્યા છે. રોજગાર મેળવવા ઈચ્છતા હોય, પરંતુ રોજગાર ધરાવતા ન હોય તેવા કર્મચારીઓને બેરોજગાર તરીકે ગણવામાં આવે છે. એકંદર બેરોજગારોમાં મહિલા બેરોજગારની ટકાવારી ૧૮.પ૦ ટકા હતી જે ગયા વર્ષના જૂનમાં ૧પ.૧૦ ટકા જોવા મળી હતી. પુરુષોમાં બેરોજગારીની ટકાવારી ૭.૮૦ ટકા રહી હતી જે ર૦ર૩ ના જૂનમાં ૭.૭૦ ટકા હતી.
ગ્રામ વિસ્તારમાં બેરોજગારીનો આંક સતત ઊંચો જોવા મળ્યો છે. ગયા વર્ષના જૂનમાં ૮.૮૦ ટકાની સખામણીએ વર્તમાન વર્ષના જૂનમાં ગ્રામ્ય બેરોજગારીનો આંક ૯.૩૦ ટકા રહ્યો હતો, જે મે માં ૬.૩૦ ટકા જોવા મળ્યો હોવાનું પણ સેન્ટરના આંકડા જણાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પુરુષ બેરોજગારીની સંખ્યા ૮.ર૦ ટકા જ્યારે મહિલાઓમાં આ આંક ૧૭.૧૦ ટકા રહ્યો છે.
શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો આંક જ મે માં ૮.૬૦ ટકા હતો તે જૂનમાં સાધારણ વધી ૮.૯૦ ટકા રહ્યો છે. શહેરી વિસ્તારોમાં મહિલા બેરોજગારની ટકાવારી વધી ર૧.૩૬ ટકા રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ઊંચા લેબર પાર્ટિસિપેશન રેટ (એલપીઆર) વચ્ચે બેરોજગારીના દરમાં વધારો જોવા મળી રહ્યો છે, જે લોકો કામ કરે છે અથવા કામ કરવા ઈચ્છે છે અને કામ કરવાની વય ધરાવતા (૧પ વર્ષ કે તેથી વધુ) લોકોમાંથી રોજગાર શોધતા હોય તેને એલપીઆર કહેવામાં આવે છે. એલપીઆર સાધારણ વધી ૪૧.૪૦ ટકા રહ્યો છે જે ર૦ર૩ ના જૂનમાં ૩૯.૯૦ ટકા રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial