Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વધુ એક બાળકને કોલેરા થઈ જતાં હોસ્પિટલમાં દાખલ

જામ્યુકો દ્વારા આનુષંગિક કામગીરીઃ

જામનગર તા. પઃ જામનગરમાં અમુક વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાતા તે વિસ્તારને કોલેરાભય ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વધુ એક બાળકને કોલેરા થઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

જામનગરમાં કોલેરાના છ કેસ નોંધાયા હતાં આથી કોલેરાની સારવાર માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે તેઓની તબીયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

બીજી તરફ અમુક વિસ્તારને કોલેરાભય ગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. દરમ્યાન ગઈકાલે ધરારનગર વિસ્તારના એક બાળકને કોલેરા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આવક એ જ વિસ્તારમાં રહી જેને વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.

બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગ દ્વારા આનુષંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh