Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૩ માં નિમાયેલા આચાર્યોને મળવાપાત્ર ઈજાફાનું શું?
ખંભાળિયા તા. પઃ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જે.પી. પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી તથા અગ્રણીઓ દ્વારા વરસતા વરસાદમાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી તથા શિક્ષણ સચિવને રૂબરૂ મળીને પડતર પ્રશ્નો અંગે તુરત યોગ્ય કરવા રજૂઆતો કરી હતી.
રાજ્ય આચાર્ય સંઘ દ્વારા આચાર્ય ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારને જો આચાર્યમાં ના જવું હોય તે જુના શિક્ષકમાં પાછું જવું હોય તો જઈ શકે તે માટે રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે તાજેતરમાં ર૪,૭૦૦ શિક્ષકો-આચાર્યોની કાયમી ભરતી કરવાની જાહેરાતને આવકારીને જ્યાં સુધી ભરતી ના થાય ત્યાં સુધી સાત સહાયકોની તાકીદે ભરતી કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે જોવા પણ જણાવ્યું હતું.
શાળાઓમાં અદ્યતન ડિઝિટલ ટેકનોલોજીનો ઉપયોગ, સ્માર્ટ ક્લાસ, વિગેરેને લીધે વીજળીના વધુ બીલ આવતા શાળાઓને સોલાર પેનલ ફાળવવા, પાઠ્યપુસ્તકો બાકી રહે છે તે તુરત આપવા, ક્લાર્ક તથા પટાવાળાઓની ભરતી કરવા, બાકી રહેતી શાળાઓને સ્માર્ટ બોર્ડ કોમ્પ્યુટરો ફાળવવા માંગ કરી હતી.
આ મહિનામાં જ આચાર્ય ભરતી, શિક્ષક ભરતી તથા શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત થશે અને વર્ગ વધારાનું પોર્ટલ પણ બે દિવસમાં શરૂ થશે તેમ જણાવાયું છે.
ગત્ ર૦ર૩ ની સાલમાં નિમાયેલા આચાર્યોને ચાલુ વર્ષે જુલાઈ ર૪ મા ઈજાફો આપવાનો થાય છે તે માટે કેટલાક જિલ્લાઓમાં જિ.શિ. દ્વારા ઈજાફા માટે મંડળના ઠરાવ માંગતા અનેક પ્રશ્નો ઊભા થતા હોય, પગાર બીલમાં મંડળના અધિકૃત પદાધિકારીની સહી હોય જ છે જેથી આવો દુરાગ્રહ ના રાખવા પણ રજૂઆત કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial