Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધી કાલે ગુજરાતમાં સટાસટી બોલાવશે?

અલીગઢ-હાથરસમાં પીડિતોની મુલાકાત ચર્ચામાં

અમદાવાદ તા. પઃ આજે અલીગઢ અને હાથરસમાં પીડિતોની મુલાકાત લઈને રાહુલ ગાંધીના પ્રત્યાઘાતો પછી ભોલેબાબાના 'મોતસંગ' સતસંગમાં થયેલી ભાગદોડનો મુદ્દો હવે રાજનૈતિક બની ગયો છે, અને આગામી બજેટ સત્રમાં તેના પડઘા પડવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધીના સંસદના ભાષણ દરમિયાન તેમણે હિન્દુઓને હિંસક ગણાવ્યા હોવાના આક્ષેપ સાથે ભારતીય જનતા પક્ષે કરેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો દરમિયાન અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પાસે સામસામે બનેલી આમને સામને પથ્થરમારાની ઘટના અને કોંગ્રેસના પોલીસતંત્ર પર પક્ષપાતના આક્ષેપોનો મુદ્દો પણ ગરમાયો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસવાની પોલીસની હરકત યોગ્ય નથી અને વોરન્ટ વગર કોંગ્રેસના સંકુલમાં પ્રવેશવાનો પોલીસને કોઈ અધિકાર જ નથી. પોલીસ તંત્ર ભારતીય જનતા પક્ષના રવાડે ન ચડે, અન્યથા અમે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવીશું.

તેમણે કહ્યું કે અમદાવાદના હાલના પોલીસ કમિશનર તટસ્થ અને સારા હોવાની છાપ ધરાવે છે, ત્યારે તેની કારકિર્દીને કલંક ન લાગે તે પ્રકારના કદમ પોલીસતંત્ર ઊઠાવે તેવી અમારી અપેક્ષા છે. ભાજપવાળા જેના નામ આપે, તેને પકડીને પૂરી દેવા (ડીટેન કરવા) ની હરકતો પણ શંકાસ્પદ છે.

રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ર૪ કલાક ૭ દિવસ (દેશવ્યાપી) સક્રિય થઈ ગયા છે, અને મોદીના ગઢ ગુજરાતમાં જ ભાજપને હરાવવાની ચેલેન્જ ફેંકી હોવાથી આવતીકાલે તેઓ ગુજરાત ગજવશે, તેવી આશા કોંગીજનો રાખી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh