Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા વીજ પ્રશ્નો હકારાત્મક અભિગમ સાથે ઉકેલવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની તંત્રને તાકીદ

સ્માર્ટ મીટર, પ્રી-મોન્સુન, લો વોલ્ટેજ સહિતના પ્રશ્નોની ચર્ચાઃ

જામનગર તા. ૫: પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વીજ પ્રશ્નો અંગે સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે વીજપ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેનો નિકાલ લાવવા મંત્રીએ સૂચન કર્યું હતું.

રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ લોકોની રજૂઆતોના નિરાકરણ માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાની ઉપસ્થિતિમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા લગત અધિકારીને જરૂરી સૂચનો કર્યા હતાં.

બેઠકમાં સ્માર્ટ મીટર લગાવવા અંગે લોકોમાં જાગૃતતા લાવવા તેમજ તે સંબંધિત રજૂઆતોનું નિરાકરણ લાવવા, પ્રી-મોન્સુન કામગીરી કરવા અંગે, વીજ વાયરો બદલાવવા, લોકોની લો વોલ્ટેજની ફરિયાદોનું નિરાકરણ લાવવું, વીજ ફિડરો આપવા અંગેની આવેલી રજૂઆતોનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલપ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, પીજીવીસીએલના અધિકારી, સંલગ્ન કાર્યપાલક ઈજનેરો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh