Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન જગન્નાથજીને ચાંદીના મુગટ-ગદા અર્પણ કરાયાઃ અમદાવાદમાં ૭ જુલાઈના રથયાત્રા

મામાના ઘરે (સરસપુર)થી નિજમંદિરે પરત ફર્યા

અમદાવાદ તા. પઃ અમદાવાદના સરસપુરથી મામાના ઘરેથી ભગવાન જગન્નાથ નિજમંદિરમાં પરત ફર્યા છે અને તેઓને ચાંદીના મુગટ-ગદા અર્પણ કરીને ધ્વજા રોહણ કરાયું છે. હવે ૭ મી જુલાઈ તેઓ નગરચર્યા માટે અમદાવાદના માર્ગો પર નીકળશે.

ભગવાન જગન્નાથની ૧૪૭ મી રથયાત્રા ૭ જુલાઈના રોજ નીકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની નિજ મંદિરમાં બિરાજમાન છે. જગન્નાથજીને ચાંદીની ગદા અને ચાંદીનો મુગટ અર્પણ કરાયા છે.

નેત્રોત્સવ વિધિ કર્યા પછી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ પછી દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ધોળી દાળ અને કાળી રોટી (દૂધ પાક-માલપુઆ)નો ભંડારો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભગવાન જગન્નાથજી સરસપુરમાં મોસાળમાં હતા અને મોસાળમાંથી ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફર્યા છે. રથયાત્રાના ૧પ દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખૂબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh