Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઉસ ઓફ કોમન્સની ૬પ૦ માં ૪૮૪ બેઠકોના ટ્રેન્ડમાં ૩૩૮ બેઠકો પર લેબર પાર્ટી આગળઃ નવા પીએમ બનશે કીર સ્ટાર્મર
લંડન તા. પઃ યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૪ વર્ષે સત્તાપલટો થવા જઈ રહ્યો છે. હાઉસ ઓફ કોમન્સના જનરલ ઈલેક્શનમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના સુપડા સાફ થઈ રહલા જણાય છે અને લેબર પાર્ટી પ્રચંડ વિજય ભણી આગળ વધી રહી છે. ઋષિ સુનક પરાજયની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. આ ચૂંટણીના મેદાનમાં ઉતરેલા કેટલાક મૂળ ભારતીયો પણ ચૂંટાયા હોવાનું જાણવા મળે છે.
યુનાઈટે કિન્ગડમના હાઉસ ઓફ કોમન્સની સામાન્ય ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. ગઈકાલે કરોડો મતદારોએ નવી સરકાર પસંદ કરવા માટે મતદાન કર્યું હતું. આજે બપોર સુધીનો ટ્રેન્ડ જોતા કન્ઝર્વેટિવ પાર્ટીની ૧૪ વર્ષની સત્તા લેબર પાર્ટીના હાથમાં દેખાઈ રહી છે.
છેલ્લા અહેવાલ મુજબ ૬પ૦ માંથી ૪૮૪ ના ટ્રેન્ડ/વિજયમાંથી લેબર પાર્ટી ૩૩૮ બેઠક પર જીત-આગળ છે, જ્યારે ૭ર પર સુનકના પક્ષનો વિજય થયો છે અથવા આગળ છે. અન્યો ૭૬ પર આગળ છે.
પ્રારંમિક પરિણામોમાં લેબર પાર્ટીએ ૩૧૮ બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર ૬૭ બેઠકો જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં ૬પ૦ માંથી ૪પ૪ બેઠકો માટે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, જેમાંથી બપોર સુધીમાં લેબર પાર્ટીને ૩૩૮ બેઠકો મળી રહેલી જણાય છે.
તે ઉપરાંત અત્યાર સુધીમાં લિબરલ ડેમોકેટ્સે ૩ર બેઠકો જીતી છે. સ્કોટિશ નેશનલ પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અને રિફોર્મ યુકેએ ચાર બેઠકો જીતી છે, જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે. સામાન્ય ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે, અને કહ્યું કે, આ હારની જવાબદારી લઉં છું અને કીર સ્ટાર્મરને જીત માટે અભિનંદન આપું છું.
સ્કોટલેન્ડમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લેબર પાર્ટી ત્યાં ૩૦ થી વધુ સીટો જીતી શકે છે. લેબર પાર્ટીના સ્કોટિશ નેતા અનસ બનવરે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમને સ્કોટલેન્ડમાં પણ બહુમતી મળશે. આ પરિવર્તનનો સમયગાળો છે. અમારી પ્રથમ પ્રાથમિક્તા કન્ઝર્વેટિવ સરકારના ૧૪ વર્ષના શાસનને સમાપ્ત કરવાની છે, જેણે દેશને નુક્સાન પહોંચાડ્યું છે. આવતીકાલથી મહત્ત્વપૂર્ણ કામ શરૂ થશે. અમારૂ આગળનું પગલું ર૦ર૬ માં સ્કોટિશ સંસદીય ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
હાઉસ ઓફ કોમન્સમાં ૬પ૦ સાંસદો સામે બહુમતી સરકાર બનાવવા માટે પાર્ટીને ૩ર૬ બેઠકોની જરૂર છે. યુકેમાં મતદાન સમાપ્ત થતાની સાથે જ મતોની ગણતરી શરૂ થઈ ગઈ હતી, પરંતુ ૬પ૦ બેઠકોની સંસદમાં સ્પષ્ટ વિજેતા કોણ હશે તે જાણવામાં થોડા કલાકો લાગશે. અન્ય સર્વે એજન્સી વાયઓયુજીઓવી એ કીર સ્ટાર્મરની લેબર પાર્ટી માટે ૪૩૧ સીટો અને પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી માટે માત્ર ૧૦ર સીટોની આગાહી કરી છે.
એક્ઝિટ પોલના અંદાજો ૧૯૦૬ પછી કન્ઝર્વેટિવ પાર્ટી માટે સંભવિત સૌથી ખરાબ હાર સૂચવે છે, જ્યારે તેણે ૧પ૬ બેઠકો જીતી હતી. લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીને ૭ર અને રિફોર્મ યુકે પાર્ટીને ૩ બેઠકો મળવાની ધારણા છે. આ ચૂંટણીમાં શાસક અને વિપક્ષમાંથી પણ કેટલાક ભારતીય દળના નેતાઓ મેદાનમાં હતાં, તે પૈકી કેટલાક જીત્યા હોવાનું જાણવા મળે છે.
કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા ૧૪ વર્ષથી સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન યુનાઈટેડ કિંગડમે પ વડાપ્રધાનો જોયા છે. ર૦૧૦ ની સામાનય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ જીત્યા પછી ડેવિડ કેમરન પીએમ બન્યા હતાં. તે પછી ર૦૧પ યુકેની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી સતત બીજી વખત જીતી અને કેમરન ફરીથી પીએમ બન્યા, પરંતુ તેમને ર૦૧૬ માં આ પદ છોડવું પડ્યું હતું. તેમના સ્થાને કન્ઝર્વેટિવ ટેરેસા મેને વડાપ્રધાન બનાવ્યા. તે ર૦૧૯ સુધી આ પોસ્ટ પર રહી હતી. ર૦૧૯ માં બોરિસ જોનસન યુકેના વડાપ્રધાન બન્યા. પછી વચ્ચે તેમને પદ છોડવું પડ્યું અને લિઝ ટુસ વડા પ્રધાન બન્યા, પરંતુ તે માત્ર પ૦ દિવસ જ ઓફિસમાં રહી શકી હતી. તેમની જગ્યાએ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા હતાં. હવે તેનું સ્થાન કીર સ્ટાર્નર લેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial