Advertisement
Author: નોબત સમાચાર

મોબાઈલ વેચવા આવનાર શખ્સ અને અન્ય શખ્સ વચ્ચે જામી પડીઃ ટોળાની મધ્યસ્થી

દુકાન પાસે ઝપાઝપી પછી ટોળાએ હાંકી કાઢ્યાઃ

જામનગર તા. પઃ જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આજે સવારે મોબાઈલ માર્કેટમાં ચોરાઉ લાગતો મોબાઈલ વેચવા આવેલા શખ્સ અને તેની સાથે જ ખોલીમાં રહેતા અને તે મોબાઈલ પોતાનો હોવાનો દાવો કરનાર શખ્સ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થતાં ટોળુ એકઠું થઈ ગયું હતું ત્યાંથી બંનેન કઢાયા પછી આ શખ્સો ફરીથી અપના બજાર પાસે ઝઘઢ્યા હતા. અંતે લોકોએ તેઓને રિક્ષામાં બેસાડી રવાના કર્યા હતા.

જામનગરમાં મોબાઈલ બજાર તરીકે જાણીતા બનેલા ટાઉનહોલ વિસ્તારમાં આજે સવારે બે પરપ્રાંતિય બાખડી પડતા લોકોને જોણું મળ્યું હતું. સંભવિતઃ રીતે બંને વ્યક્તિ નશામાં હતા અને તેઓ જાહેરમાં ઝપાઝપી કરતા જોવા મળતા ટોળુ એકઠુ થયું હતું.

ટાઉનહોલની મોબાઈલ માર્કેટમાં આજે સવારે એક પરપ્રાંતીય શખ્સ મોબાઈલ વેચવા માટે આવ્યો હતો. તેણે દુકાનદારોને મોબાઈલ બતાવવાનું શરૂ કર્યું ત્યાં જ બીજો પરપ્રાંતીય શખ્સ આવી ચડ્યો હતો. તેણે આ મોબાઈલ પોતાનો હોવાનું અને વેચવા આવનાર શખ્સ પોતાની ખોલીમાં જ રહેતો હોવાનું કહી તેણે મોબાઈલ તફડાવી લીધાનું કહેતા બંને વચ્ચે જંગ છેડાઈ ગયો હતો.

મોબાઈલ વેચવા આવનાર શખ્સે ઉશ્કેરાટમાં આવી ઝપાઝપી શરૂ કર્યા પછી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હતી અને તેનાથી હુમલાનો પ્રયાસ કર્યાે હતો. જ્યારે મોબાઈલની માલિકી હોવાનો દાવો કરનાર શખ્સે તે હુમલાને ખાળવાનો પ્રયાસ કર્યાે હતો. બંને વચ્ચે ખેંચતાણ પછી છરી કાઢનાર શખ્સને પોતાની છરીના છરકા થઈ ગયા હતા.  દુકાન પાસે આવી રીતે ઝઘડતા વ્યક્તિઓને વેપારીઓએ ત્યાંથી બળપૂર્વક હાંકી કાઢયા હતા અને ત્યાંથી નીકળી બંને શખ્સ અપના બજાર પાસે પહોંેંચી ફરીથી બાહુબળ અજમાવવા પર ઉતરી આવ્યા હતા. ત્યાં હાજર લોકોએ બંનેને માંડ માંડ રિક્ષામાં બેસાડી હોસ્પિટલ તરફ મોકલી આપ્યા હતા. આમ, ત્રીસેક મિનિટ સુધી બંને વચ્ચે થયેલી રકઝક ટોળાએ નિહાળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh