Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે પીઆઈની રજૂ થશે જુબાનીઃ
જામનગર તા. ૫: રાજકોટના ચકચારી ભાસ્કર અપહરણ કેસની સુનાવણી અદાલતમાં શરૂ થઈ છે. જેમાં ગઈકાલે તત્કાલિન પીએસઆઈએ ન્યાયમૂર્તિની ઉપસ્થિતિમાં ત્રણ આરોપીને ઓળખી બતાવ્યા હતા. આ કેસમાં તત્કાલિક પીઆઈની આજે અદાલત સમક્ષ જુબાની લેવામાં આવશે. આ કેસ શરૂ થયા પછી પ્રથમ દિને કેટલાક અન્ય કેટલાક સાહેદો હોસ્ટાઈલ જાહેર થયા હતા.
રાજકોટના જીમખાના રોડ પરથી ૨૪ વર્ષ પહેલા ભાસ્કર પારેખ અને પરેશ શાહ નામના બે વેપારી પરિવારના પુત્રોના અપહરણ થયા હતા. અપહરણ કરનાર શખ્સોએ રૂ. ૩ કરોડની માગણી કરી હતી. તેની ફરિયાદ પોલીસમાં થયા પછી પોલીસે તત્કાલિન પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શરૂ કરેલી તપાસમાં ભાસ્કર પારેખ તથા પરેશ શાહને નાટ્ય સંજોગોમાં મુક્ત કરાવ્યા હતા.
ઉપરોક્ત કેસમાં ચાર ડઝન શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો. તેનું ચાર્જશીટ કોર્ટમાં થયા પછી બાવીસ વર્ષે ચાર્જ ફ્રેમ થયો હતો. આરોપીઓ પૈકીના બે શખ્સના જે તે વખતે એન્કાઉન્ટરમાં મૃત્યુ નિપજ્યા હતા અને અન્ય ૧૧ આરોપીના પણ અવસાન થયા હતા. બાકીના આરોપીઓને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
રાજકોટની કોર્ટમાં ઉપરોક્ત કેસ શરૂ થયા પછી ફરિયાદી તથા સાહેદોની જુબાની લેવાઈ રહી હતી જેમાંથી કેટલાક સાહેદો હોસ્ટાઈલ થયા છે. તે પછી ગઈકાલે આ કેસના એક તપાસનીશ અને જે તે વખતના પીએસઆઈ આર.આર. ગોહિલની જુબાની લેવામાં આવી હતી. તેઓએ ન્યાયાધીશની ઉપસ્થિતિમાં ત્રણ આરોપીને ઓળખી બતાવ્યા હતા. આ કેસની તપાસમાં સાથે રહેલા પીઆઈ બરંડાની પણ જુબાની આજે લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial