Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકામાં વ્યાજખોરીના દૂષણને ડામવા વાડીનારમાં લોકદરબાર યોજાયો

નવા કાયદા અંગે લોકોને માર્ગદર્શન અપાયું:

ખંભાળિયા તા. ૫: દ્વારકા પોલીસ દ્વારા વ્યાજખોરી સહિતના પ્રશ્ન અંગે કાર્યવાહી કરાઈ રહી છે. તે દરમિયાન વાડીનાર પંથકમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. નવા કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મેગા ડ્રાઈવનું વાડીનાર પંથકમાં ખંભાળિયા, વાડીનાર પોલીસ સ્ટાફની મદદથી આયોજન કરાયું હતું.

ભરાણામાં લોકદરબાર યોજી વ્યાજના દૂષણ અંગે લોકોને જાગૃત થવા તથા વ્યાજ બાબતે ફરિયાદ કે પ્રશ્ન હોય તો તુરત પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું હતું. આ ઉપરાંત હાલના સમયમાં દરિયામાં ન જવા જાહેરનામાનો માછીમારોએ ચૂસ્ત અમલ કરવા તથા ડ્રગ્સનો જથ્થો દ્વારકા જિલ્લામાં અવારનવાર મળતો હોય આવો જથ્થો કે શંકાસ્પદ હિલચાલ હોય તો તુરત નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરાઈ હતી.

ભરાણા ગામ હિન્દુ, મુસ્લિમ બંનેની વસ્તીવાળુ મોટુ ગામ હોવા છતાં ભુતકાળમાં ક્યારેય કોઈ કોમી બનાવ તંગદિલી ન થઈ હોય, ભવિષ્યમાં પણ કંઈ આવું ન બને તે માટેની તકેદારી રાખવા આગેવાનો સાથે ચર્ચા કરાઈ હતી. પોલીસ દ્વારા નવા અમલમાં આવેલા કાયદાઓ બાબતે પણ વિસ્તારપૂર્વક માર્ગદર્શન પૂરૂ પડાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh