Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનઓસી માટે ૪૦ ટકા લેવાનો નિર્ણય મોકૂફ રખાયો તે પછી
જામનગરની હરિયા કોલેજ કેમ્પસમાં કાર્યરત ગોસરાણી અને નાગડા કોલેજમાં અભ્યાસ કરતા અને કોલજ બદલાવવા ઈચ્છતા વિદ્યાર્થી પાસે ૪૦ ટકા ફી ની માગણી કરવામાં આવે છે, અને આ ફી ભરપાઈ કરવામાં આવે તો જ એનઓસી આપવામાં આવે છે, તેના વિરોધમાં ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી, આવેદન પાઠવાયું હતું અને ફી પરત કરવા માંગણી કરવામાં આવી હતી.
એબીવીપીના નગર મંત્રી દિવ્યરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગઈકાલે એબીવીપીના આગેવાનો-કાર્યકર્તાઓએ હરિયા કોલેજમાં ચાલતી આ બન્ને કોલેજમાં સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યા પછી કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વિદ્યાર્થીને કોલેજ બદલવા માટે એનઓસીની જરૂર પડે છે, પરંતુ તેના માટે ૪૦ ટકા ફી ની વસૂલાત કરવામાં આવે છે. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા પછી આ ફી વાળો નિયમ રદ્ કર્યો હતો, પરંતુ એબીવીપીની માંગ છે કે, અત્યાર સુધીમાં ૪૦ ટકા લેખે વસૂલવામાં આવેલ ફી પરત કરવી અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial