Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગરમાં ચારેક દિવસ પહેલા થયેલા સારા વરસાદથી ત્રણ ડેમમાં નવા પાણીની આવક થતા એક માસ ચાલે તેટલો પાણીનો જથ્થો આવ્યો છે.
જામનગર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જામનગર શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા રણજીતસાગર, ઊંડ અને સસોઈ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. તેમાં પણ રણજીતસાગર ડેમમાં ત્રણેક ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. સસોઈ ડેમમાં બે ફૂટ અને ઊંડ ડેમમાં એક ફૂટ નવું પાણી આવ્યું છે. પરિણામે જામનગરને વધુ એક માસ ચાલે તેટલો પાણીનો જથ્થો આવ્યો છે.
હાલ જામનગરમાં એકાંતરા ધોરણે પાણી વિતરણ કરવામાં આવે છે. આ માટે દરરોજ ૧૪૦ એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. હાલ કોલેરાની સ્થિતિના કારણે પાણીને સુપર ક્લોરીન કર્યા પછીજ વિતરણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial