Advertisement
Author: નોબત સમાચાર

ઓશવાળ વેલફેર ટ્રસ્ટના દવાખાનામાં રવિવારે સુવર્ણ પ્રાશના ટીપાં પીવડાવાશે

જામનગર કેન્સર કેર કાઉન્સીલ દ્વારા

જામનગર તા. પઃ જામનગરમાં સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને કેન્સર કેર કાઉન્સીલ દ્વારા મંત્રોષધિ સૂવર્ણપ્રાશના ટીપાં બાળકોને પીવડાવવામાં આવશે. જેની શરૂઆતનો કેમ્પ તા. ૭-૭-ર૪ અને રવિવારે સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૭ સુધી ઓશવાળ વેલફેર ટ્રસ્ટના દવાખાના જેલ રોડમાં રાખવામાં આવ્યો છે.

દર મહિને પુષ્યનક્ષત્ર પર છમાસથી ૧પ વર્ષના બાળકોને તેમજ ગર્ભવતી મહિલાઓને નિઃશૂલ્ક ધોરણે સુવર્ણપ્રાશના ટીપાં પીવડાવવામાં આવશે.

પ્રમાણિત આ ટીપાંથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ થાય છે. બાળક તેજસ્વી અને ચતુર બને છે રોગપ્રતિકારક શક્તિ, યાદ શક્તિ અને એકાગ્રતા વધે છે. તથા શરદી-ઉધરસ, તાવ જેવા વાયરલ ઈન્ફેકશનમાં રક્ષણ મળે છે. આ કેમ્પનો લાભ લેવા કેન્દ્ર સંચાલક વિઠલભાઈ ધોળકીયાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh