Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ, રાવલસર, દિગ્વિજયગ્રામ સહિતના
જામનગર તા. ૫: કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર કલેકટર કચેરીમાં પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં પીવાના પાણીને લગતી રજુઆતોનું નિરાકરણ લાવવા તેમણે તાકીદ કરી હતી.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર બી.કે. પંડ્યાની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં જામનગર જિલ્લાના લોકોની પીવાના પાણીની રજુઆતોનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ સૂચનો કર્યા હતાં અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં પીવાના પાણીની પાઈપલાઈન નાખવી, જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, જે વિસ્તારોમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ દરેડમાં વીજ કનેકશનમાં આર કોડ આપવો, દિગ્વિજ્ય ગ્રામ ટાંકી રિપેરિંગનું કામ, રાવલસર ગામે બોરમાં મોટર મૂકવા અંગેની લોકરજુઆતોનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પાણી પૂરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર રંગુનવાલા, અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial