Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાનું નિવેદન નોંધાયું:
જામનગર તા. પઃ ધ્રોલ નજીકના સોયલ ગામમાં એક યુવતીએ શરદી-ઉધરસની દવાના બદલે ભૂલથી ઝેરી દવા પી લીધા પછી તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામમાં રહેતા અબ્બાસભાઈ સીદીકભાઈ નામના વૃદ્ધની અઢાર વર્ષની પુત્રી મુસ્કાનને શરદી-ઉધરસ થઈ ગયા હતા.
આ યુવતીએ તે માટે દવા લીધા પછી ગયા મંગળવારે બપોરે તેણીએ શરદી-ઉધરસના બદલે ભૂલથી ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાં ગઈકાલે આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. પિતા અબ્બાસભાઈએ પોલીસને જાણ કરી છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial