Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિસ્માર માર્ગ બની રહ્યો છે અકસ્માતનું કારણઃ
જામનગર તા. પઃ કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સવારે એક બાઈક સાથે સામેથી આવતો છકડો ટકરાઈ પડતા ઘવાયેલા બાઈકચાલક પ્રૌઢનું મૃત્યુ થયું છે. હાલમાં ઉપરોક્ત રોડ અત્યંત બિસ્માર બની ગયો હોવાથી ત્યાંથી પસાર થતાં મોટાભાગના વાહનો કાવો મારીને જઈ રહ્યા છે ત્યારે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો હતો. છકડાના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામના નટુભાઈ ભગવાનજી અંકલેશ્વરી નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૧૦-એકે ૨૮૯૮ નંબરના બાઈકમાં ગાંગડી ગામ સ્થિત આશ્રમથી પરત આવતા હતા. તેઓ જ્યારે દેવરીયા ગામના વાડી વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એક રિક્ષા છકડો ટકરાઈ પડ્યો હતો.
હાલમાં દેવરીયાથી હર્ષદ તરફ જવાનો માર્ગ બિસ્માર બની ગયો છે ત્યારે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ કાવા મારીને વાહન ચલાવવા ફરજિયાત બન્યા છે. ત્યારે ગઈકાલે સવારે જીજે-૧૦- ટી ૬૬૫૫ નંબરનો છકડો કાવો મારીને સામે જ આવી જતા બાઈકસવાર નટુભાઈ તેની ઠોકરે ચઢી ગયા હતા.
આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા નટુભાઈને ગોઠણ, માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. છકડાના ચાલક નરીનભાઈ ગોર સામે રાવલ ગામના પરેશ અંકલેશ્વરીયાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial