Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીડબલ્યુડી (આરએન્ડબી) એ કહી દુધં: એકાદ મહિનો થશે!
ખંભાળિયા તા. પઃ ખંભાળિયામાં ઘી નદી પર ખામનાથ પાસે બે વર્ષથી ૧ર૦ વર્ષ જુનો રાજાશાહીના સમયનો કેનેડી બ્રીજ જર્જરિત થઈ ગયો છે. વારંવારની રજૂઆતો પછી રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં રપ.૬૪ કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવીને તેમાંથી તુરત કામ ચાલુ થાય તે માટે સાડાછ કરોડની રકમ પણ પ્રાદેશિક નિયામક રાજકોટને ફાળવી દેવાઈ છે. પી.ડબલ્યુ.ડી. તંત્રમાં બદલાતા અધિકારીઓ અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને લીધે નવા બનનાર બ્રીજનું કામ શરૂ થયું નથી. તાજેતરમાં ર૭ ઈંચ વરસાદ પડતા પાલિકા દ્વારા શરૂ કરાયેલી ડ્રાયવર્ઝન પર પાણી ફરી વળતા ધોવાઈ ગયો છે. હાલ રોજ અનેક ટુવ્હીલર ચાલકો પડે છે. ફોર વ્હીલર ફસાઈ જવાની ઘટનાઓ પણ બને છે, ત્યારે આ ડ્રાયવર્ઝનમાં નવું 'ડ્રાયવર્ઝન' આવ્યું છે!
અગાઉ બે વખત પાલિકા દ્વારા કરવામાં આવેલી ડ્રાઈવર્ઝન અંગે પાલિકા દ્વારા હવે એમ કહેવાયું છે કે આ પુલ પી.ડબલ્યુ.ડી. હસ્તક બનવાનો હોય તેમણે ડ્રાયવર્ઝન કરવાનું રહે છે, અમારી જવાબદારી નથી!
તો પી.ડબલ્યુ.ડી.ના જવાબદાર અધિકારીએ જણાવેલ કે હજુ જી.એ.ડી.માં નક્શા પાસ થવાનું કામ ચાલુ છે જે પછી ટેન્ડરીંગ પ્રક્રિયા થશે. એકાદ માસ પછી કામનો ઓર્ડર અપાશે. કામ ચાલુ થાય પછી ડાયર્ઝન થઈ શકે, હાલ થાય નહીં.
આમ ખંભાળિયા પાલિકા અને પી.ડબલ્યુ.ડી. વચ્ચે કોણ ડ્રાયવર્ઝન બનાવે તેનો વિવાદ થતાં ડ્રાયવર્ઝનની પ્રક્રિયા ખોરંભે પડી છે, જો કે પાલિકાને ડ્રાયવર્ઝનના કામની રકમ ફાળવાય તો કરવા તૈયારી બતાવાઈ છે. આ પ્રશ્ન જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો હતો તથા તેમણે પણ બન્ને તંત્રને તુરત રસ્તો કાઢવા જણાવ્યું છે.
આ ડ્રાયવર્ઝન બંધ રહેતા પોરબંદર તથા ભાણવડ જવા માટે લોકોને પાંચ કિ.મી.નો ફેરો થાય તથા સ્થાનિકોને પ૦૦ મીટર જવા પાંચ કિ.મી. જવું પડે જેવી સ્થિતિ હોય, લોકોમાં ભારે રોષની લાગણી પણ ફેલાઈ છે.
આ પ્રશ્ને રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ પીડબલ્યુડીના અધિકારીને તાકીદે પુલના કામની પ્રક્રિયા હાથ ધરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે, તેમજ ડાયવર્ઝનના પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial