Advertisement
Author: નોબત સમાચાર

કેશોદમાં કલેક્ટરે કરાવ્યો શાળામાં પ્રવેશઃ શૈક્ષણિક કીટ-ઈનામોનું વિતરણ

કન્યા કેળવણી - શાળા પ્રવેશોત્સવ અંતર્ગત

ખંભાળીયા તા. ૫: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-ર૦ર૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકાના કેશોદમાં શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઈને ભૂલકાઓને શિક્ષણ તરફ પ્રયાણ કરાવતા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ તેજસ્વી બાળકોને ઈનામોનું વિતરણ પણ કર્યુ હતું.

સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ની ઉજવણી અંતર્ગત બાલવાટિકા, આંગણવાડી, ધો. ૦૧ અને ધો. ૦૯ માં પ્રવેશતા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાની ઉપસ્થિતિમાં ખંભાળિયા તાલુકાના કેશોદ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં આંગણવાડીના ૦૯, બાલવાટિકાના ૧૭, ધોરણ-૦૧ ના ૭ બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો.

કલેકટરેે દેવભુમિ દ્વારકા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની થઇ રહેલી ઉજવણીની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે લગભગ ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ બાલવાટિકામાં અને તેટલા જ વિદ્યાર્થીઓ ધોરણ-૦૧માં પ્રવેશ કરશે. આ વર્ષે જિલ્લામાં ધોરણ-૧ અને ધોરણ-૦૯ માં પ્રવેશ કરનાર બાળકો કરતાં બાળકીઓની સંખ્યા વધુ છે. આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક રાજ્ય કક્ષાનાં અધિકારીઓ શાળા પ્રવેશોત્સવમાં પધાર્યાં છે. વધુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સી.એસ.આર. મારફતે તમામ બાળકોને બેગ સાથેની શૈક્ષણિક સામગ્રીની કિટ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓશ્રીએ બાળકોની કેળવણીમાં શિક્ષણની અનિવાર્યતા સમજાવી તમામ વાલીઓ બાળકને  વધુ ને વધુ શિક્ષણ લેવા માટે પ્રોત્સાહિત કરે, તેમજ સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓનો પણ જરૂર લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.

પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. છાત્રો દ્વારા સ્વાગત ગીત તેમજ વક્તવ્ય પ્રસ્તુત કરાયું હતું. મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ શિક્ષણમાં સારું પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.વી. સેરઠીયા, સરપંચશ્રી રંજનબેન, અગ્રણીશ્રી પ્રતાપભાઇ પીંડારીયા, વિજયભાઇ નંદાણિયા, ઘેલુભાઇ છુછર સહિત સી.આર.સી.ઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh