Advertisement
Author: નોબત સમાચાર

મકાનની છતમાંથી પાણી ટપકવાના મુદ્દે ગાળો ભાંડી અપમાનિત કરાયાની રાવ

જામજોધપુરમાં વેપારીને બે શખ્સે આપી ધમકીઃ

જામનગર તા. ૫: જામજોધપુરમાં એક વેપારીએ પોતાની દુકાન સામે રાખેલી મોટરમાં ટ્રેક્ટર ટકરાવનાર આસામીને ઠપકો આપતા તેઓને  બે શખ્સે ગાળો ભાંડી ધમકી આપી હતી. જ્યારે જામજોધપુરમાં મકાનની છતનું કામ કરતા પ્રૌઢને લાકડીથી ફટકારવામાં આવ્યા હતા.

જામજોધ૫ુર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર દુકાન ચલાવતા હોથીજી ખડબા ગામના દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા ગયા મંગળવારે પોતાની દુકાને હાજર હતા ત્યારે તેઓને જીજે-૧૦-ડીએમ ૧૫૭૨ નંબરની મોટર તેઓએ સામે રોડ પર પાર્ક કરી હતી. આ વેળાએ ત્યાંથી જીજે-૧૦-સીએન ૫૮૧૨ નંબરનંંુ ટ્રેક્ટર લઈને જતા કિશોર ડઢાણીયાએ મોટર સાથે ટ્રેક્ટર ટકરાવ્યું હતું અને તે પછી રિવર્સમાં ચલાવી ટ્રેક્ટર ફરીથી મોટર સાથે ઘસતા મોટરમાં લીસોટા પડી ગયા હતા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા પછી કિશોર તથા પારૂલભાઈ જાવીયાએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા દિવ્યરાજસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુરના કૈલાસ નગરમાં આંબેડકર ચોકમાં રહેતા મુળજીભાઈ સોમાભાઈ મકવાણાએ બેરીસ્ટર ચોકમાં રહેતા રૂષિત નટવરલાલ ઘરસંડીયાના મકાનનંુ સેન્ટીંગ કામ રાખ્યું હતું. તે કામ પૂર્ણ થયા પછી છતમાંથી પાણી ટપકવાનું શરૂ થયું હતું. તેથી ઋષિતે પાણી ટપકે છે તેમ કહેતા મુળજીભાઈએ પ્રથમ વખત પાણી ટપકશે તેમ જણાવ્યું હતું આથી ઉશ્કેરાયેલા ઋષિતે મીની બસ સ્ટેન્ડ પાસે મુળજીભાઈને રોકી લઈ લાકડીથી હુમલો કરી ગાળો ભાંડી હતી અને તેઓને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. મુળજીભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh