Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... ગુરૂવારે શેરબજારમાં કારોબારની શરૂઆત મંદી સાથે થઈ હતી.સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાળા સાથે ૭૭૯૧૫ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૩ પોઈન્ટની ઘટાળા સાથે ૨૩૬૯૯ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૨ પોઈન્ટની ઘટાળા સાથે ૪૯૯૮૬ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજીને બ્રેક લાગી હતી. ઓઈલ એન્ડ ગેસ, એનર્જી ફ્રન્ટલાઈન શેરો સાથે રિયલ્ટી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને એફએમસીજી શેરોમાં ફરી ફોરેન ફંડોએ આજે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
ચાઈનામાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી વાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ જતાં અને કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં કેસો નોંધાતાં કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ મોડમાં આવી જતાં એચએમપીવી વાઈરસ એટલો ઘાતક નહીં હોવાના અને તકેદારીથી એનું સંક્રમણ નીવારી શકાય એમ હોવાના તબીબી નિષ્ણાંતોના અભિપ્રાય છતાં વિદેશી ફંડો, રોકાણકારોની વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે ઉછાળે ઘટાડો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં સતત તેજી સાથે કોરોના જેવા નવા વાઈરસનો ફેલાવો વધવાની ભીતી વચ્ચે શેરબજાર ઘટાડા સાથે કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ વધ્યું હતું અને આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં રૂપિયો નવા નીચા તળીયે જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, કોલ્પાલ, હિન્દુસ્તાન યુનીલીવર, ટાટા કમ્યુનિકેશન, લ્યુપીન, ઈન્ફોસીસ, કોટક મહિન્દ્રા બેન્ક, બાટા ઇન્ડિયા, વોલ્ટાસ જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં એચડીએફસી એએમસી, લાર્સેન, ટોરેન્ટ ફાર્મા, ગોદરેજ પ્રોપટી, ઓબેરોઈ રિયલ્ટી, ગ્રાસીમ, મુથૂટ ફાઈનાન્સ, એસીસી, એચસીએલ ટેકનોલોજી, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, હવેલ્લ્સ, ગ્લેનમાર્ક ફાર્મા, ભારતી ઐરટેલ, સિપ્લા જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૨%ના ઘટાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૬% વધીને અને નેસ્ડેક ૦.૦૭% ઘટીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૧% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં ગુરૂવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૯ અને વધનારની સંખ્યા ૧૪૯૮ રહી હતી,૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના એક અંદાજ મુજબ મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરના ખરાબ દેખાવને કારણે દેશનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ચાર વર્ષના નિમ્ન સ્તર એટલે કે ૬.૪%એ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોવિડ વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી માઇનસ ૫.૮% રહ્યો હતો. જીડીપી ૨૦૨૧-૨૨માં ૯.૭%, ૨૦૨૨-૨૩માં ૭% અને ૨૦૨૩-૨૪માં ૮.૨% રહ્યો હતો. આરબીઆઈએ ડિસેમ્બર ૨૦૨૪માં જારી કરેલા પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૬% રહેશે. આ ઉપરાંત એનએસઓનો આ અંદાજ નાણા મંત્રાલયના અંદાજથી પણ ઓછો છે. નાણા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ૬.૫% રહેવાનો અંદાજ વ્ય ક્ત કર્યો હતો.
એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૫.૩% રહેશે જે ગત નાણાકીય વર્ષમાં ૯.૯% હતો તેમજ સર્વિસ સેક્ટરનો વૃદ્ધિ દર ૫.૮% રહેવાનો અંદાજ છે જે ગત નાણાકીય વર્ષમાં ૬.૪% હતો. ઉલ્લેખનીય છે કે સર્વિસ સેક્ટરમાં વેપાર, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે. નાણાકીય ૨૦૨૪-૨૫માં કૃષિ સેક્ટરનો વૃદ્ધિ દર ૩.૮% રહેવાનો અંદાજ છે. જે ગત નાણાકીય વર્ષમાં ૧.૪% હતો. એનએસઓના અંદાજ મુજબ ૨૦૨૪૨-૫માં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૮ ટ્રિલિયન ડોલર રહેવાનો અંદાજ છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૭૭૮૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૭૯૭૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૭૮૩૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૭૭૮૭૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૯૧૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૧૩૨૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૧૦૪૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૯૧૦૯૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ
ઈન્ફોસીસ લીમીટેડ (૧૯૫૦) : ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૯૩૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૬ થી રૂ.૧૯૯૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!
વોલ્ટાસ લીમીટેડ (૧૭૩૧) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૧ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૧૧ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
મહાનગર ગેસ (૧૩૦૨) : ૧૨૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૦ ના એલપીજી/સીએનજી/પીએનજી સપ્લાયર્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૧૩ થી રૂ.૧૩૨૦ સુધીની તેજી તરફી રૂખ નોધાવશે...!!!
એક્સીસ બેન્ક (૧૦૭૬) : પ્રાઈવેટ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૩ થી રૂ.૧૦૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
રામકો સિમેન્ટ્સ (૯૩૮) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૨૨ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૪૫ થી રૂ.૯૫૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.