Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમય સૌનો બદલાય છે. કોણ ક્યારે ક્યાં કોને મદદ કરે, કોણ મોઢું ફેરવી લે એ નક્કી નથી હોતું. આજે આ ક્ષણે શું છે અને કાલે સવારે શું હશે? કોઈ જાણતું નથી આ જ જીવન છે. જીવનમાં આનંદ તો છે જ પણ એથી વધુ કરુણા છે. ક્યાંક કોઈ વ્યક્ત કરે અને ક્યાંક કોઈ વ્યક્ત જ ન કરે. સમજદાર જો એવા વ્યક્તિના ચહેરા વાંચે તો તરત સમજી જાય કે આના હૃદયમાં વેદનાનો સાગર છે અને એ આંખોથી છલકવા આતુર છે પણ મન એના દરવાજા બંધ રાખે છે.
દુઃખ તો એ વાતનું છે કે લોહીના સંબંધો ઘણી વાર મોઢું ફેરવી લે છે અને પારકા નજીક આવે છે. સ્વાર્થી લોકોની વાત જુદી છે. સ્વાર્થી બે પ્રકારે હોય છે એક તો એ કે સામેની વ્યક્તિ સાથે પોતાનો સ્વાર્થ હશે ત્યાં સુધી સંબંધ રાખે પછી તું કોણ હું કોણ? બીજા એવા હોય છે કે સબંધ ફૂંકી ફૂંકી ને રાખે અને લાગે કે આમાં મારે પણ ઘસાવું પડશે.તો ખસી જાય. એ લોકો માત્ર સ્વ કેન્દ્રિત હોય. અમુક લોકો એવા હોય છે કે ક્યારેય કોઈનો ઉપકાર ભૂલે નહિ. પોતે તકલીફમાં હોય તો પણ પેલા માણસ કે જેણે મદદ કરી હોય એના પડખે ઉભા રહે. આવા ઘણાં લોકોની પોતાની આગવી વાતો હોય છે.
નાના શહેરમાં એક કોમ્પ્લેક્ષ પાસે ભીડ જમા થઈ ગયેલી.વાત વહેતી થઈ એમ એ શોપ્સ ના માલિક માણસો બહાર આવવા માંડ્યા. એ નાના શહેરના નવા કલેક્ટર વિશાખા બહેન આવીને ઉભા રહેલા. સૌ કુતૂહલથી જોઈ રહેલા. એ થોડા આગળ વધી કોમ્પ્લેક્ષના છેડે એક સાવ તૂટેલી ઝૂંપડી જેવું હતું ત્યાં ગયા. એની બાજુમાં પહેલી શોપ હતી એના માલિક બહાર જ ઉભા હતા. વિશાખા એ એના સાથેના રક્ષક ને કહ્યું કે આમને પૂછો આ શું છે? પેલા ભાઈએ કહ્યું કે અત્યારે આ કાંઈ જ નથી પણ આ યાદગાર ઝૂંપડી છે. આ ઝૂંપડીએ ઘણાના કલ્યાણ કર્યા છે. આ કોમ્પલેક્ષ બનતું હતું એ પહેલાની આ છે. અહીં આ દેખાય છે માટીનું લીપણ અને પાળી , એ પાળીની પાસે એક રેંકડી રહેતી. અહીં ભુરા કાકા ચ્હા બનાવતા. આ સામે કોલેજ છે ત્યાં છોકરાઓ ભણતા એમાંના ઘણા સવારે કોલેજ આવે એટલે પહેલા ભુરાકાકા ની ચ્હા પીવા આવે અને બીજા છોકરા છૂટે ત્યારે અહીં ચ્હા પીવા આવે અને વાતો કરે , આનંદની તકલીફની વાતો કરે અને પછી છુટા આપે. ક્યારેક કોઈ પાસે પૈસા ન હોય તો કહે કાકા પછી આપીશ પણ ભુરાકાકા કોઈને ના ના પાડે અને કોઈ એમના પૈસા ના આપે એવું તો ન જ કરે. એમાંના ઘણા ની અહીં ઓફિસ દુકાન છે. વિશાખા કહે હવે કોઈ આ ચલાવતું નથી? પેલા વેપારી કહે કે ના બહેન. અને અહીં કોઈને કાંઈ કરવા પણ નથી દેતા. વિશાખા કહે , આને હટાવી દેવી જોઈએ. આ રસ્તાના વળાંક પર છે નડે છે. એ ભાઈ કહે એ ના થાય અને અમે કરવા પણ ના દઈએ. વિશાખા કહ ે હવે તો રસ્તા વચ્ચે નડતા મંદિર પણ હટાવી દેવાય છે તો આ ઝૂંપડી શું છે? પેલા વેપારી કહે કે એ અમારા માટે મંદિરથી વિશેષ છે. અમે સામેથી ચ્હા મંગાવીએ અને અહીંયા ઝૂંપડીમાં બેસી પીએ છીએ. વિશાખા કહે એવું તે શું છે? આ રસ્તો આજે નહિ તો કાલે પહોળો કરવાનો છે. આવું કરશો તો કેમ થશે? એટલી વારમાં એ જ કોમ્પ્લેક્ષના બીજા પાંચ સાત યુવાનો આવી ગયા. એમાંના એક વિશ્વેશ નામના યુવાને કહ્યું કે મેડમ નમસ્તે . ક્ષમા કરશો પણ સમય હોય તો અમે એનું મહત્વ સમજાવીએ. વિશાખાએ કહ્યું કે આવો એ જ ઝૂંપડીમાં બેસીએ ,સામેથી ચ્હા મંગાવીએ અને એ પીતા પીતા વાત કરીએ, એમ કહી એના રક્ષક ભાઈઓને કહ્યું કે આપણા બધા માટે સામેથી ચ્હા માંગવો. એ ચ્હા વાળો પણ ખુશ થઇ ગયો કે કલેકટર સાહિબા અહીં ચ્હા પીવા બેઠા.
બધા ગોઠવાયા અને વિશ્વેશે શારૂ કર્યું કે મેડમ અમે સામેની કોલેજમાં ભણતા હતા, સવારે આવીને કોલેજમાં જતા પહેલા અને છૂટ્યા પછી અહીં ભુરાકાકાની ચ્હા પિતા હતા. એ ભૂરા કાકા આ કોલેજનું બાંધકામ થતું હતું ત્યારે એ જગ્યાના ચોકીદાર હતા. એ સાથે એમણે અહીં આ ચૂલો દેખાય છે એ એમણે બનાવેલો . એના પર એ ચ્હા બનાવતા. એમની ચ્હા સૌ વખાણે. કોલેજ બની ગઈ એમની ચોકીદારી પુરી થઇ પણ આ ચ્હા નું જામી ગયું એટલે એમણે એ જ ચાલુ રાખ્યું. એમને એક દીકરો હતો એ મોટો , સાવ નફ્ફટ. એને ભુરાકાકાનું આ ચ્હા બનાવવાનું ગમતું નહિ. એને શરમ આવતી. એ કોઈને કહેતા પણ શરમાતો કે મારા પપ્પા ચ્હા વેચે છે. એ જ્યાં ભણતો ત્યાંના છોકરાઓ અહીં ચ્હા પીવા આવે, ક્યારેક એમની સાથે એ પણ આવે. કોઈને ખબર ના પડવા દે અને કોઈને કહે પણ નહિ કે આ મારા પપ્પા છે અને ભુરાકાકા પણ બોલે નહિ. ઘણા વર્ષે ભુરાકાકાને ત્યાં દીકરી જન્મી.
સમય સંજોગ કેવા બદલાય છે? ભુરાકાકા ની દીકરી એટલે આમ જોવા જાવ તો સાક્ષાત દેવી. શાંત મજાની પપ્પા ની લાડલી અને એના માટે તો પપ્પા જ એની દુનિયા. દીકરો કોલેજ કરી કોલેજની જ છોકરી સાથે પરણી ચાલ્યો ગયો. એ ક્યાં હતો ખબર નહિ અને ભુરાકાકાને અને એને આમ પણ ફાવતું નહિ, ભુરાકાકા કહેતા કે ભગવાન આવો છોકરો શુ કામ આપ્યો? એના કરતા દીકરી આપવી હતી.અને ભગવાને સાંભળ્યું, દીકરી આપી. દીકરો માંનો બહુ જ લાડકો ભુરાકાકા દીકરાને કાંઈ ન કહે, એને બધી છૂટ આપે એ માત્ર એની પત્નીના કારણે એની માં ને તો મારો વિશુ વિશુ થાય ,એનું આમ નામ વંઠેલ વિશાલ. વિશાલ પૈસાદાર ની કન્યા સાથે પરણી ચાલ્યો ગયો એનો આઘાત માં ને અસહ્ય લાગ્યો. એ લા ંબુ જીવ્યા નહીં. હવે તો ભુરાકાકા અને એમની દીકરી વહાલી , એનું સાચું નામ તો ખબર નહિ પણ ભુરાકાકા એને વહાલી જ કહેતા.
અમે બધા કોલેજમાં હું પછી આ પ્રમોદ ,વિનોદ અને દાદુ દિનેશ ભૂરા કાકા ની વધુ નજીક, અમે આગળ વધવા નાના મોટા કામ કરતા, સ્વતંત્ર ધંધો કરવાનું કરતા. હાથમાં વસ્તુ લઇ ઘેર ઘરે ફરતા અને એ સંજોગોમાં અમને પૈસાની પણ મદદ કરતા હતા.એ કહેતા કે મારી વહાલી ભણવામાં બહુ રસ લે છે, અને હોંશિયાર પણ છે , એને કાંઈક બનવું છે. ભગવાન કરે અને એ કાંઈક બને અને મારું નામ કરે એવી મારી હોંસ છે. એક દિવસ એવું થયું કે અમે ભેગા થઇ ભુરાકાકાની ચ્હા પીવા ગયા. જઈને બેઠા અને બોલ્યા ભુરાકાકા અમને ચ્હા પીવડાવો અને સામે એમના હોકારાને બદલે *હા જી ભાઈ* એવો જવાબ આવ્યો અને અમે ચમક્યા . જોયું તો બહેન હતા .અમે પૂછ્યું કે બહેન તમે કોણ? એ કહે ભુરાકાકાની દીકરી, પપ્પા પડી ગયા એમને ફેક્ચર થયું છે છ મહિના સુઈ રહેવું પડશે. એ રોતા હતા કે વહાલી શું થશે? પૈસા આવતા અટકી જશે ખાશું શું? એટલે મેં ભણવાનું એક બાજુ મૂક્યું અને અહીં કામ ચાલુ કર્યું. અમને આંચકો લાગ્યો. અમે બધાએ નક્કી કર્યું કે આપણને બધાને ભુરાકાકા એ મદદ કરી છે. હવે આપણો વારો. આપણી આ બહેન ને ભણવા દઈએ. પહેલા તો એમના ઘરે અનાજ પાણી મોકલી આપ્યા , પછી કપડાં, અમે ચિઠ્ઠી લખી અને કહ્યું કે બહેન તમારે ભણવાનું છે તમારા ભાઈઓ બેઠા છે. અમે મળીયે પણ પૈસા મોકલતા . પછી એમની વહાલી ભણવા બીજે ગઈ.ભુરાકાકા ઘરેથી ટિફિન કરવા માંડ્યા અને અમને કહ્યું બસ દીકરાઓ હવે પૈસા ન મોકલો. હવે હું પગભર થઈ ગયો. બસ પ છી સંપર્ક નહોતો, પછી ખબર પડી કે ભુરાકાકા એમની દીકરી સાથે મોટા શહેર ગયા છે એને ત્યાં ભણવાનું હતું. . એમની વહાલી ક્યાં શું ભણવા ગઈ એ ખબર નથી અને અત્યારે ક્યાં છે એ ખબર નથી, આમ લોહીના સંબંધ નહિ પણ અમે એક પરિવાર હતા એ વહાલી ભુરાકાકા ની દીકરી પણ અમારી વહાલી બહેન હતી. બસ ભગવાન એમને સુખી રાખે કારણ કે ભુરાકાકા ને લીધે અમે સુખી છીએ. એકવાર મળવું તો છે.
આટલી વાતમાં બીજી ચ્હા આવી ગઈ. સાથે બેઠેલા બીજા મિત્રો ની આંખમાં આંસુ હતા અને વિશાખાની આંખ પણ ભીની થઇ. વિશ્વેશ કહે, મેડમ તમારી આંખો પણ ભીની થઈ? વિશાખા વિશ્વેશ ની સામે જોવા લાગી વિશ્વેશ પણ જોવા લાગ્યો કે આમ કેમ જોવે છે? એ બોલ્યો શું થયું? વિશાખા એ સ્મિત કર્યું અને બોલી *ભાઈ જે વહાલી બહેન ના હાથની ચ્હા પીધી એ ભુરાકાકા ની વહાલી ને ઓળખી ના શક્યા, તમે જ જેને ભણવા માટે પૈસા આપ્યા, પ્રોત્સાહિત કરી અને જેનું કંઈક બનવાનું સપનું સાકાર કર્યું એ વહાલીને ને ના ઓળખી શક્યા? એ હું જ. આજે તમારા સૌના સહયોગ અને આશીર્વાદ થી ભણી આઈ એ એસ થઇ કલેકટર બની આજે એ સ્થળની મુલાકાતે આવી એક જ આશાએ કે તમે મળશે. બધાની આંખમાં હર્ષના આંસુ હતાં. વિશ્વેશ પૂછ્યું કે ભુરાકાકા? વિશાખા કહે કારમાં જ છે, ભુરાકાકા આવ્યા સૌએ ચરણસ્પર્શ કર્યા અને એ જ જગ્યાએ સૌએ ચ્હા પીધી. પછી તો વિશાખાએ ઘણું કર્યું. લોહીના કોઈ સંબંધ નહિ છતાં એક પરિવાર બની ગયું. સોશિયલ મીડિયામાં ઘટના જોયેલી એ પરથી વાતની પ્રેરણા મળી.સૌની જાણ માટે.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial