Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

સ્થાનિક /    વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી.સેન્સેક્સ ૨૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૫૮૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટની  ઉછાળા સાથે ૨૩૨૮૨ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૧ પોઈન્ટની ઉછાળા સાથે ૫૦૧૯૨ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ઓટો,ફાર્મા, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી હતી.

યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો જાળવી રાખતા અને આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કરતાં વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે આજે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

ઉપરાંત, ભારતીય શેરબજાર ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવાથી અને નાણા વર્ષ ૨૦૨૪-૨૫નો અંત આવી રહ્યો હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા પાછલા દિવસોમાં ઉછાળે વેચેલા સારા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે ટ્રેડ રહ્યું હતું.કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરીફ વોરના પગલે અનિશ્ચિતતા યથાવત્ રહેતા ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂાપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

શરૂાઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ડીવીસ લેબ, ઈન્ડીગો, ટોરેન્ટ ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર્સ, લ્યુપીન, હિન્દુસ્તાન યુનીલીવર, કોટક બેન્ક, એસીસી, ઈન્ફોસીસ, ભારતી ઐરટેલ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, સિપ્લા, સન ફાર્મા જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં ગ્રાસીમ, વોલ્ટાસ, મુથૂટ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, એસબીઆઈ લાઈફ જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૨% ઘટીને અને નેસ્ડેક ૦.૩૩% ઘટીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં શુક્રવારે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૫ અને વધનારની સંખ્યા ૨૦૨૩ રહી હતી,૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, બહારી માંગ પર ભારતની ઓછી નિર્ભરતાને કારણે તેને અમેરિકાની ટેરિફ વોરની ખાસ અસર જોવા નહીં મળે એમ જણાવી રેટિંગ એજન્સી ફીચે નાણાં વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દરના ૬.૫૦%ના અંદાજને જાળવી રાખ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૭માં પણ ભારતનો આર્થિક વિકાસ દર ૬%થી વધુ રહી ૬.૩૦% રહેવા ફીચ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૬ માટેના ૬.૫૦%ના અંદાજને જાળવી રખાયો છે જ્યારે નાણાં વર્ષ ૨૦૨૭ માટેનો અંદાજ ૬.૨૦% પરથી વધારી ૬.૩૦% મુકાયો હોવાનું ફીચના રિપોર્ટમાં જણાવાયું છે.

રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૬.૭૦% મૂકયો છે. ભારતમાં ઉપભોગતા તથા વેપાર વિશ્વાસ મજબૂત છે એટલું જ નહીં ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તરણ ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપી રહ્યું છે. ક્ષમતા ઉપયોગીતા ઊંચી જળવાઈ રહી છે અને નિકાસમાં પણ વધારો જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષ માટે ૬.૪૦%ની ધારણાં મૂકવામાં આવી છે. ભારતમાં ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટની નજીક સરકી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી ફીચે વ્યાજ દરમાં કપાતને લઈને આશાવાદ વ્યકત કર્યો છે.

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે અપ્રિલ ગોલ્ડ રૂ.૮૮૪૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૮૮૪૭૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૮૩૭૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૮૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૮૮૪૨૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે મેં સિલ્વર રૂ.૯૯૦૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૯૦૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૮૬૬૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૧૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૮૭૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ

કોટક મહિન્દ્રા બેન્ક (૨૦૪૯) : મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૨૦૨૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૫૭ થી રૂ.૨૦૭૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

ઈન્ફોસીસ લીમીટેડ (૧૫૮૨) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૯૪ થી રૂ.૧૬૦૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

સિપ્લા લીમીટેડ (૧૫૧૬) : ૧૫૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૦ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૨૮ થી રૂ.૧૫૩૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૭૨) : રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૧ થી રૂ.૧૨૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

અદાણી પોર્ટસ (૧૧૭૬) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૬૦ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૮૩ થી રૂ.૧૧૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh