Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય બફારાથી પ્રજાજનોને ભારે હાલાકીઃ મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી

જામનગરમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકાએ પહોંચતા

જામનગર તા. ૧૭: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકાએ પહોંચતા પ્રજાજનોને બપોરના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ બે ટકા વધીને ૯૪ ટકાએ પહોંચી ગયું હતું, તેમજ અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજના વધુ પ્રમાણ અને મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે ગઈકાલે ખાસ કરીને બપોરના સમયે અસહ્ય ગરમી અને બફારો અનુભવાયો હતો. પરશેવે રેબઝેબ બની ગયેલ પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન બફારા અને ગરમીનું સામ્રાજ્ય રહ્યું હતું, પરંતુ સાંજે પલટાયેલા વાતાવરણ પછી વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.

નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh