Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરમાં ફાટી નિકળેલા રોગાચાળા મુદ્દે જામનગર મહાનગરપાલિકાના ઘોરનિદ્રામાં પોઢેલા સત્તાધીશોને જગાડવા...
જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો ફેલાઈ રહ્યો છે. કોલેરાના દસ કેસો નોંધાયા છે. આ ઉપરાંત તાવ, ઝાડા, ઉલટી જેવા રોગીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ડેન્ગ્યુ, મેલેરીયા જેવો રોગચાળો ફેલાવાની દહેશત છે. સરકારી જી.જી. હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલો / દવાખાનામાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યાં છે ત્યારે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણ ઘોર નિદ્રામાં છે તેટલે ગંભીર આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. મનપાના કમિશ્નર કે કોઈ ઉચ્ચ અધિકારી કે કોઈ ચૂંટાયેલા પદાધિકારીઓએ કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી નથી. જામનગરમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે સફાઈ કરવી, ગંદકી-કચરો દૂર કરવા, જંતુનાશક દવાનો છંટકાવ કરવા જેવા પગલાં યુદ્ધના ધોરણે લેવા કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતા અગાઉ મનપાના પરિસરમાં કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓએ ઢોલ-નગારા વગાડી સત્તાધીશોને ઊંઘમાંથી જગાડવાના દેખાવો, સૂત્રોચ્ચારો કર્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મનપાના વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, કાસમભાઈ જોખીયા, રંજનબેન ગજેરા, સાજીદભાઈ બ્લોચ, આનંદભાઈ ગોહીલ, કોંગ્રેસના અન્ય હોદ્દેદારો, મહિલા આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial