Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુ.પી.માં યોગીની પીછેહઠઃ સાથી પક્ષોનું દબાણ?
લખનૌ તા. ૧૭: ઉત્તર પ્રદેશમાં એનડીએના ગઠબંધનમાં ધમાસણ મચ્યું છે, અને લોકસભામાં થયેલી કારમી હાર પછી હવામાં ઉડતા ભાજપાના નેતાઓ જમીન પર આવી ગયા છે, અને હવે તો 'ભયમૂકત' થયેલા ભાજપના નેતાઓ ખૂલ્લેઆમ પોતાના અસ્સલ અભિપ્રાયો વ્યક્ત કરવા લાગ્યા છે, જેમાં રાષ્ટ્રીય રાજનીતિની પણ અસરો દેખાવા લાગી છે, અને હલચલ તેજ થઈ ગઈ છે.
અચાનક તોડપાડ કરતું બાબાનું બુલડોઝર થંભી ગયું અને ઉત્તર પ્રદેશના એનડીએના સાથીદાર પક્ષોના દબાણ હેઠળ યોગી સરકારે કરવી પડેલી આ પીછેહઠ પછી હવે એવી વાતો પણ વહેતી થઈ ગઈ છે કે વર્ષ-ર૦ર૭ની વિધાનસભાની ચૂંટણી સુધી પણ યોગી આદિત્યનાથની સરકાર ટકી શકશે નહીં, અને તે પહેલાં જ સત્તાપલટો થઈ શકે છે, જેથી યુપીમાં એનડીએ વિખેરાઈ જાય અને ભાજપના વળતા પાણી થઈ શકે છે.
એક અભિપ્રાય એવો છે કે વર્ચસ્વની લડાઈમાં એનડીએ જ નહીં, ભાજપમાં પણ બળવો થઈ શકે છે જેથી ઉત્તરપ્રદેશ સરકારે અધવચ્ચે જ સત્તા છોડવી પડી શકે છે, અને મધ્યાવધિ ચૂંટણી આવી શકે છે, અથવા ઈન્ડિયા ગઠબંધન 'ખેલ' કરીને સત્તારૂઢ થઈ શકે છે.
બીજો અભિપ્રાય એવો છે કે ભાજપનું હાઈકમાન્ડ 'રૂપાણીફેઈમ' કદમ ઉઠાવીને યોગી આદિત્યનાથની જગ્યાએ બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવાનો જુગાર પણ ખેલી શકે છે જોઈએ, હવે ઊંટ કઈ તરફ કરવટ બદલે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial