Advertisement
Author: નોબત સમાચાર

મેડિક્લેઈમની રકમ ન ચૂકવનાર વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં કરાઈ રાવ

અગાઉથી બીમારી હોવાનો કરાયો પોકળ ખુલાસોઃ

જામનગર તા. ૧૭: જામનગરના એક મહિલાએ વીમા કંપની પાસેથી હેલ્થ પોલિસી લીધા પછી તેઓને ઘૂંટણનંુ ઓપરેશન કરાવવું પડ્યું હતું તેનો ખર્ચ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના રીટાબેન રાજેન્દ્રભાઈ ધ્રુવે આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યુ. કંપની પાસેથી રૂ. ૩ લાખના રીસ્ક માટેની પોલિસી મેળવી હતી. તે પછી રીટાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને શસ્ત્રક્રિયા પછી રૂ. ર,૬૨,૧૨૮નો ખર્ચ થયો હતો. તે માટે રીટાબેને બીલ, સારવારના કાગળ સાથે ક્લેઈમ રજૂ કર્યાે હતો.

તે ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરી નાખતા અને આ બીમારી પહેલેથી જ હોવાની વિગત જણાવતા વીમા કંપનીની સેવાકીય ખામી બદલ તેની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, તન્મય જોષી રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh