Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ વસ્તી દિવસની જાગૃતતા અંગે રેલી યોજાઈ
જામનગર તા. ૧૭: જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણાની આંગણવાડી નંબર ૩માં ગત ૧૧ જુલાઈના વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે પ્રચાર પ્રસાર અંતર્ગત કુટુંબ નિયોજન માટે વિવિધ પ્રદ્ધતિઓ કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ કુટુંબ કલ્યાણ હેઠળ મળવાપાત્ર સેવાઓ અને યોજના વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેને માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત શિબિરમાં કોલેરા રોગ વિષે માર્ગદર્શન અપાયું હતું. કોલેરાએ આંતરડાનો તીવ્ર ચેપ છે. તેના કારણે ઝાડા, ઉલ્ટી થાય છે, ત્યારબાદ શરીરમાંથી પ્રવાહી ઘટી જાય છે. ગંભીર કિસ્સાઓમાં, સારવાર ન મળે તો દર્દીને ડિહાઈડ્રેશન થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તે માટે ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ અને વારંવાર હાથ ધોઈને સ્વચ્છ રાખવા જોઈએ અને અન્ય સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયા, ડીએસબીસીસી ચિરાગ પરમાર, ડો. સરીતા દુબે અને તેમની ટીમના અન્ય સભ્યો, હડિયાણા ગામના આશા કાર્યકરો બહેનો લાભબેન ઝાપડા અને તેમની ટીમના અન્ય સભ્યો, પીએમડબલ્યુ કપિલ લીંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિશ્વ વસ્તી દિવસની જાગૃતતા અંગે રેલી કાઢવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial