Advertisement
Author: નોબત સમાચાર

જમીનની વારસાઈ એન્ટ્રી નામંજૂર

સિટી સર્વે અધિકારીના હુકમની અમલવારીનો આદેશઃ

જામનગર તા. ૧૬: જામનગરની સિટી સરવે કચેરીમાં રજૂ થયેલી એક જમીનની વારસાઈ એન્ટ્રી નામંજૂર કરવા લેન્ડ રેકર્ડ અધિકારીની કચેરી દ્વારા આદેશ થયો છે.

જામનગરના લંઘાવાડ ઢાળીયા પાસે રહેણાંકના હેતુની આવેલી જમીનમાં યુ.કે.ના અમરશમયુન સાલમબીન આરબ વગેરેએ આરબ મસ્જિદને મકાન વકફ કર્યાની જાણ કરી હતી.

તે પછી આ મકાનમાં વર્ષાેથી રહેતા અને સંયુક્ત વારસાઈ હક્ક ધરાવવાનો દાવો કરતા સલા અમરબીન આરબે સિટી સરવે કચેરીમાં હક્ક પત્રકે ફેરફાર નોંધ સામે તકરાર લીધી હતી. જ્યારે અમરશમયુન આરબે સંયુક્ત વારસાઈવાળી મિલકતના હક્કપત્રકમાં ફેરફાર નોંધ દાખલ કરવા સામે વાંધો લીધો હતો.

તકરારમાં સુનાવણી દરમિયાન ખતુબેન હસનભાઈ ખલફાન, સલા સાલેબીન, રોશન શબ્બીરભાઈ, આમનાબેન ઈસુબીન ખલફાન, સલા કાસમબીન, સલા સાલમે પોતાના હક્કના રક્ષણ માટે પક્ષકાર થવા દરખાસ્ત કરી હતી. જામનગરના સુપ્રિ. લેન્ડ રેકર્ડ અધિકારી (શહેર) દ્વારા વાંધાદાર સલા અમરબીનના વકીલ ઉમર લાકડાવાલાની દલીલો ધ્યાને લઈ વિવાદવાળી મિલકતના હક્ક પત્રકે વારસાઈ એન્ટ્રી દાખલ કરવા કરાયેલી કાર્યવાહીને નામંજૂર કરી સિટી સરવે અધિકારીના હુકમની અમલવારીનો આદેશ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh