Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈ એરપોર્ટ પર હજારો નોકરીવાંચ્છુ ઉમેદવારો વચ્ચે ધક્કામૂક્કી-નાસભાગથી અફરાતફરી

એર ઈન્ડિયામાં હેન્ડીમેનની ૬૦૦ જગ્યા માટે રપ હજાર અરજીઓઃ ભરૂચના અંકલેશ્વર જેવી બીજી ઘટના સર્જાઈ

મુંબઈ તા. ૧૭: એર ઈન્ડિયાની હેન્ડીમેનની ૬૦૦ જગ્યાઓ માટે રપ હજાર અરજીઓ આવી હતી. આ માટે ઈન્ટરવ્યૂમાં હજારો ઉમેદવારો વચ્ચે ધક્કામુક્કી થતા તાસભાગના દૃશ્યો સર્જાયા હતાં, અને વોક-ઈન-ઈન્ટરવ્યૂમાં વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. ભરૂચના અંકલેશ્વર પછી આ બીજી ઘટના દેશમાં વ્યાપક બેરોજગારીનો પ્રત્યક્ષ પુરાવો છે, અને આ મુદ્દે મોદી સરકાર પર તડાપીટ બોલી રહી છે.

દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચના અંકલેશ્વર પછી મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા આયોજિત વોક-ઈન-ઈન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ હતી. ઈન્ટરવ્યૂ માટે પહેલા જવાની હોડમાં યુવાનોએ ધક્કામૂક્કી કરતા અફરાતફરી મચી હતી.

એરપોર્ટ લોડર્સ અર્થાત્ હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે, જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી. અરજદારો કલાકો સુધી ફૂડ અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ એરપોર્ટ લોડર્સ પર ૬૦૦ પદ માટે રપ,૦૦૦ થી પણ વધુ અરજી થઈ હતી. આ પદનું પગાર ધોરણ ર૦,૦૦૦-રપ,૦૦૦ હતું, જો કે ઓવરટાઈમ અલાઉન્સ સાથે રૂ.  ૩૦,૦૦૦ પ્રતિમાસ છે. શૈક્ષણિક લાયકાત સામાન્ય હતી. ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ હોવો જરૂરી હતો.

અંકલેશ્વર પછી આ જ પ્રકારની બીજી ઘટના બનતા મોદી સરકાર પર વિપક્ષના નેતાઓ સહિતના લોકો તડાપીટ બોલાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસ મુજબ બુલધાણા જિલ્લાનો એક ઉમેદવાર હેન્ડીમેનના ઈન્ટરવ્યૂ માટે ૪૦૦ કિ.મી. દૂરથી આવ્યો હતો. જેને રૂ.  રર,પ૦૦ નો પગાર ઓફર કરવામાં આવ્યો હતો. પ્રથમેશ્વર બીબીએનો વિદ્યાર્થી છે. જેને પાસે કોઈ રોજગાર ન હોવાથી તે આ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. તેણે સરકારને નોકરીની વધુ તકોનું સર્જન કરવા અપીલ કરી હતી.

બીએની ડિગ્રી ધરાવતો એ યુવાન જાણતો પણ ન હતો કે, હેન્ડીમેન શું કામ કરે છે, પરંતુ તેની પાસે કોઈ નોકરી ન હોવાથી તેને માત્ર કામ જોઈતું હતું. અન્ય એક ઉમેદવાર રાજસ્થાનના અલવરથી મુંબઈ આવ્યો હતો. જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે, તેનો પોતાનો ખર્ચો ઉઠાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. આ પ્રકારના ઘણાં દૃષ્ટાંતો મીડિયા-સોશ્યલ મીડિયા મારફત આજે આવી રહ્યા છે.

અંકલેશ્વરની ઘટના પછી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં ખાલી પડેલી માત્ર થોડી જગ્યાઓ માટે ઓપન ઈન્ટરવ્યૂનું આયોજન કરવા બદલ ખાનગી કંપનીને વખોડી હતી. તેમણે કહ્યું કે,ખાનગી કંપનીઓને ઓછી જગા માટે ઈન્ટરવ્યૂ લેવા યોગ્ય માપદંડો નક્કી કરવા જોઈએ. તેમજ ઓનલાઈન અરજી મગાવી તેમાંથી પસંદગીના ઉમેદવારોને જ ઈન્ટરવ્યૂ માટે બોલાવવા જોઈએ. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને નોકરી માટે બોલાવતા પહેલાં યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. હવે આ ઘટના પછી બોલી રહેલી તડાપીટનો બચાવ કરવા તંત્ર અને સરકારના પ્રવકતાઓ ટૂંક સમયમાં પ્રગટ થશે, તેવો વ્યંગ પણ થઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh