Advertisement
Author: નોબત સમાચાર

નશાબંધી મંડળ ગુજરાતનો વહીવટ ચેરિટી કમિશનર હસ્તક રાખવા માંગ

૧૩ કરોડ ચૂકવાયા પછી પણ ટ્રસ્ટના નામે નથી જમીન!

અમદાવાદ તા. ૧૭: રાજ્યના નશાબંધી મંડળ-ગુજરાતના હોદ્દેદારો દ્વારા કૌભાંડ આચરાયું હોવાની આશંકા સાથે આ મંડળનો વહીવટ ચેરિટી કમિશનરને સોંપી આપવા અને તેની તપાસ કરવા માગણી કરાઈ છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા વિદેશી ડ્રગ્સને પકડવાના અહેવાલ સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળતા હોય છે. આટલું ડ્રગ્સ પકડાતું હોવા છતાં રાજ્યના સામાન્ય લોકો અને યુવાધન નશાના બંધાણી બનતા જ હોય છે, લોકો નશાના બંધનમાંથી મુક્ત થાય તે માટે ગુજરાતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ જાગૃતિ લાવવા અને તેઓની સારવાર કરવાનું કામ કરતી હોય છે. તે પૈકીની એક સંસ્થા એટલે કે 'નશાબંધી મંડળ ગુજરાત' જેની સ્થાપના ૧૯૬૦માં કરવામાં આવી હતી. નશામુક્તિના નામે ચાલતા નશાબંધી મંડળમાં ગરીબોની સારવારના નામે ગુજરાત અને ભારત સરકાર પાસેથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈ તેનો સદ્ઉપયોગ કર્યા સિવાય અમૂક ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું જાણમાં આવ્યું છે. આથી આ અંગે સરકાર દ્વારા જેમ બને તેમ જલ્દી તપાસ કરી ટ્રસ્ટનો વહીવટ ચેરિટી કમિશનર હસ્તક રાખવામાં આવે તેવી નશાબંધી મંડળ સાથે સંકળાયેલા અન્ય આગેવાનોની માંગ છે.

'નશાબંધી મંડળ ગુજરાત' સાથે સંકળાયેલા આગેવાન પંકજ સાગરે પત્રકારો સાથે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપના પછી યુવાનો નશાના બંધનમાંથી મુક્ત થાય તેવા પવિત્ર ઉદ્દેશ સાથે 'નશાબંધી મંડળ ગુજરાત'ની સ્થાપના કરાઈ હતી. વર્ષાે સુધી પરંપરા અને સેવાનો ઉદ્દેશ જળવાઈ રહ્યો હતો પણ ક્રમશઃ ટ્રસ્ટી મંડળમાં ફેરફાર થતાં રહ્યા અને પૂર્વ શિક્ષણમંત્રી કરશનદાસ સોનેરી, ગુજરાત સરકારના પૂર્વ અધિકારી કે.પી. વાઘેલા અને જીતેન્દ્ર અમીન ટ્રસ્ટના હોદ્દેદારો થયા. ત્યારપછી ગુજરાત અને ભારત સરકાર પાસેથી મળતી કરોડોની ગ્રાન્ટનો સદ્ઉપયોગ કર્યા સિવાય ટ્રસ્ટમાં પડી રહેલા કરોડો રૂપિયાની ઉચાપત કેવી રીતે કરવી તે માત્રને માત્ર ઉદ્દેશ રહ્યો છે. વર્ષ ૨૦૧૩માં ટ્રસ્ટના નામે જમીન ખરીદવા ઉપરોક્ત હોદ્દેદારોએ પ્રકાશચંદ્ર અગ્રવાલ નામના આસામીને રૂ. ૧૩ કરોડ આપ્યા પછી પણ આજ સુધી ટ્રસ્ટના નામે કોઈ જમીન થઈ નથી. વર્ષ ૨૦૨૧માં ટ્રસ્ટમાં વિવેક દેસાઈ આવ્યા પછી તેઓએ જે વહીવટ ચાલતો હતો તે ટ્રસ્ટના નિયમ વિરૂદ્ધનો હોવાનું જણાવી અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પ્રકાશચંદ્ર અગ્રવાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. રાજ્ય સરકારે મંડળના પ્રચાર-પ્રસાર માટે કર્મચારીનું મહેકમ અને પગારધોરણ નક્કી કર્યું હતું તે વર્ષ ૧૯૯૭થી ચૂકવાયું નથી. તેથી કર્મચારીઓનો પગાર પણ ટ્રસ્ટીઓ ચાઉં કરી ગયા હોવાની શંકા ઉભી થઈ છે. તે મામલે તપાસ કરવા અને મંડળનો વહીવટ ચેરિટી કમિશનર હસ્તક રાખવા આવેદન પાઠવાયંુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh