Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સહકારી પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવા જિલ્લા સંઘમાં પરામર્શ

વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાઈઃ

જામનગર તા. ૧૭: જામનગર જિલ્લા સહકારી સંઘની વ્યવસ્થાપક સમિતિની મિટિંગ સંઘના પ્રમુખ જયંતભાઈ સી. વિરાણી (જે.સી. વિરાણી-એડવોકેટ) ના અધ્યક્ષસ્થાને તેમના નિવાસસ્થાન જામનગરમાં યોજાઈ હતી.

આ મિટિંગમાં સંઘના વહીવટી નિર્ણયો તેમજ જિલ્લા સંઘના વાર્ષિક હિશાબો, સંઘ તરફથી સહકારી શિક્ષણ અને તાલીમ અંગે કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા તેમજ એજન્ડા મુજબના દરેક ઠરાવો સર્વાનુમત્તે મંજુર કરેલ. ઉપરાંત જિલ્લાની સહકારી પ્રવૃત્તિની ચળવળ વેગવંતી બને અને સહકારી પ્રવૃત્તિ વધુને વધુ વિસ્તરે તેમજ છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિનો લાભ મળતો થાય તે માટે સંઘના અધ્યક્ષ જે.સી. વિરાણી, સંઘના ડાયરેક્ટર અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, સંઘના ડાયરેક્ટર અને પૂર્વ અધ્યક્ષ છગનભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ પૃથ્વીરાજ એ. ચૌહાણ, માનદ્મંત્રી વશરામભાઈ ચોવટિયા, દેવકરણભાઈ ભાલોડિયા, સંઘના માનદ્મંત્રી અને કોર્પોરેટર શ્રીમતી સરોજબેન વિરાણી, સંઘના ડાયરેક્ટર અને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન કાંતિભાઈ એલ. ગઢિયા, સંઘ તેમજ બેંકના ડાયરેક્ટર અને પૂર્વ એમ.ડી. લુણાભા પી. સુમણિયા, જગદીશભાઈ ગોજિયા, મગનભાઈ કાનાણી, ભરતભાઈ પટેલ, તેજુભા જાડેજા, પ્રહ્લાદસિંહ જાડેજા, કરમણભાઈ ભીમાણી વિગેરેએ ગહન ચર્ચા-વિચારણા કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ મિટિંગમાં સંઘના ડાયરેક્ટર અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને સંઘ તેમજ બેંકના ડાયરેક્ટર અને પૂર્વ એમ.ડી. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સહકારી અગ્રણી લુણાભા પી. સુમણિયાએ ખાસ હાજરી આપી હતી અને જિલ્લા સહકારી સંઘની દરેક પ્રવૃત્તિમાં જિલ્લા સહકારી બેંકનો પૂરો સહકાર આપવા ખાતરી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh