Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યમનના અદન તરફ જઈ રહેલું આ જહાજ ડૂબીને ઉંધુ થઈ ગયુ
નવી દિલ્હી તા. ૧૭: ઓમાનના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર પલટી જતા ૧૩ ભારતીય સહિત ૧૬ ક્રૂ-મેમ્બર્સ ગૂમ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
ઓમાનના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યાં એક ઓઈલ ટેન્કર પલટી જતાં ૧૩ ભારતીયો સહિત ૧૬ ક્રૂ-મેમ્બર્સ ગૂમ થઈ ગયા છે. હજુ સુધી તેમનો કોઈ પત્તો નથી લાગ્યો. જહાજમાં ત્રણ શ્રીલંકાના ક્રૂ-મેમ્બર પણ સામેલ હતાં. જો કે તમામને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સમુદ્રી સુરક્ષા કેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ કરતા જણાવ્યું કે, કોમોરોસના ધ્વજ વાળું ઓઈલ ટેન્કર દુકમના બંદર પાસે રાસ મદ્રાકાથી થોડા માઈલ દક્ષિણ પૂર્વમાં પલટી ગયું હતું. આ જહાજની ઓળખ પ્રેસ્ટીજ ફાલ્કન તરીકે થઈ છે. દુકમના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આ એક પ્રમુખ ઓઈલ રિફાઈનરી પણ છે.
એમએસસીએ જણાવ્યું કે જહાજના ક્રૂ-મેમ્બર હજુ પણ ગૂમ છે. તેમની સતત શોધખોળ ચાલુ છે. તેમાં એક પ્રમુખ ઓઈલ રિફાઈનરી પણ સામેલ થાય છે, જે આ શહેરના વિશાળ ઔદ્યોગિક વિસ્તારનો એક ભાગ પણ છે. આ ઓમાનનો સૌથી મોટો એકલ આર્થિક પ્રોજેકટ છે.
દુકમ બંદર ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત છે, જે સલ્તનતની પ્રમુખ ઓઈલ અને ગેસ ખાણકામ પ્રોજેકટ્સની ખૂબ નજીક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઈલ ટેન્કર યમનના બંદર શહેર અદન તરફ જઈ રહ્યું હતું. ઓઈલ ટેન્કર પાણીમાં ડૂબીને ઊંધું પડ્યું છે. શીપિંગ ડેટાના આંકડા પ્રમાણે આ જહાજનું નિર્માણ ર૦૦૭માં કરવામાં આવ્યું હતું. આ જહાજ ૧૧૭ મીટર લાંબુ છે એવું કહેવાય છે કે આવા નાના ટેન્કરોનો ઉપયોગ સામાન્ય રીતે નાની યાત્રા માટે કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial