Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ નાગરિક સહકારી બેંકની માર્ગદર્શક મંડળની બેઠક સંપન્ન

રાજકોટ તા. ૧૭: રાજકોટ નાગરિક સહકારી બેંકના માર્ગદર્શક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં ડેલીગેટ્સ, શાખા વિકાસ સમિતિના સભ્યો, આમંત્રિતો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીબેન દક્ષિણી, સીઈઓ, જનરલ મેનેજર વિનોદકુમાર શર્મા, પૂર્વ ચેરમેન અને વર્તમાન ડાયરેકટર નલીનભાઈ વસા, એજીએમ (પ્રોજેકટ સીબીએસ) જયેશભાઈ છાટપોર, ચીફ મેનેજર યતિનભાઈ ઉપાધ્યાય વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કરી બેંકની પ્રગતિની વિગતો આંકડાકિય માહિતી સાથે રજુ કરી હતી. આ બેઠકમાં ટપુભાઈ લીંબાસીયા, ડાયાભાઈ ડેલાવાળા, અર્જુનભાઈ શીંગાળા, દિપકભાઈ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, કિર્તીદાબેન જાદવ, ચંદ્રેશભાઈ ધોળકીયા, માધવભાઈ દવે, દિનેશભાઈ પાઠક, કાર્તિકેયભાઈ, શૈલેષભાઈ મકવાણા, હરેશભાઈ ઠક્કર, હસમુખભાઈ હિન્ડોચા, વિનોદભાઈ લાઠીયા, રજનીભાઈ રાયચુરા, વગેરે હાજર રહ્યા હતાં. સંચાલન ભાવેશભાઈ અને આભારદર્શન દિપકભાઈ મકવાણાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh