Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના યુવા દિગ્દર્શક પાર્થ જે. પંડ્યા દિગ્દર્શિત અને
જામનગર તા. ૧૭ : જામનગરના યુવા દિગ્દર્શક પાર્થ જે. પંડ્યા દિગ્દર્શિત અને નગરના કલાકારો અભિનીત હોરર ફિલ્મ ચંદ્રગ્રહણ રિલીઝ થઈ ગઈ છે.
જામનગરની જનતા માટે બ્રહ્મસમાજનું ગૌરવ, પ્રતિભાશાળી પાર્થ જયેશકુમાર પંડ્યા દ્વારા ડાયરેકટ કરેલી શોર્ટ ફિલ્મ, 'રિચ્યુઅલ' ની ભવ્ય સફળતા પછી તા. ૧૧-૭-ર૪ ના રાત્રે ૯ વાગ્યે યૂ-ટયૂબ ચેનલ, આઈએમ૫ી ઈલ્યુશન "મોશન પિક્ચર" પર પાર્થ પંડ્યા પ્રોડક્શનની પ્રસ્તુતિમાં નવી શોર્ટ ફિલ્મ, ચંદ્રગ્રહણ રિલીઝ કરવામાં આવેલી છે.
ચંદ્રગ્રહણ એ એક સર્વાઈવલ-હોરર શોર્ટ ફિલ્મ છે, જે દેશના પિતૃસત્તામક, લાલચ, પ્રેમ અને મહત્વાકાંક્ષા જેવા વિષયો પર આધારિત છે અને મેસોપોટેમિયન સિવિલાઈઝેશનના પૃષ્ઠભૂમિમાં છે. મીત ઉમરડિયા, લલિત જોશી, નેહા પારેખ, પ્રિયંકા ઘાટલીયા, કપિલ મર્થક, ચિરાગ ગોપિયાણી, રાજદીપ ગોહિલ, જિગર જોશી, પૂજા કતીરા અને જિનલ ખિમસિયા દ્વારા રજૂ કરાયેલ મજબૂત, ઊંડા પાત્રો દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.
ર મહિનાના પ્રી-પ્રોડકશન બાદ, આ ફિલ્મનું રિહર્સલ અને શુટિંગ રાધિકા એડ્યુકેર સ્કૂલમાં સતત ૧૮ દિવસ (૯ દિવસ રિહર્સલ અને ૯ દિવસ પ્રોડકશન/શૂટ) દરમિયાન કરવામાં આવ્યું હતું. આ માટે સ્કૂલના ટ્રસ્ટી ડો. ભરતેશ શાહ અને અતુલ શાહનો વિશેષ સહયોગ મળ્યો.
આ ફિલ્મની સમયમર્યાદા ૪૮ મિનિટની છે અને ડાયરેકટર, લેખક, સિનેમેટોગ્રાફર, લાઈટિંગ, એડિટિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર, સાઉન્ડ ડિઝાઈન, મિક્સિંગ અને સેટ ડિઝાઈન જેવા તમામ પાસાઓ પાર્થ જે. પંડ્યા દ્વારા કરવામાં આવ્યા છે.
આ ફિલ્મમાં મોટી કાસ્ટ છે જેમાં નગરના ટેલેન્ટેડ કલાકારો તેમજ જોશી, કૃષ્ણમ શુકલા, વરૂણ સોલંકી, જેનિલ જોશી, મંથન પારેખ અને જીલ બુમતારિયાએ સુંદર ભૂમિકામાં અભિનય આપ્યો છે. આ સુંદર અને ભયાનક ફિલ્મના સર્જનમાં અસિસ્ટેટ ડિરેકટર જીત ગોહિલ, અસિસ્ટેંટ કેમેરામેન ભવ્ય ગોહિલ અને પ્રોડકશન સાઉન્ડ મિકસર ઓમ ભટ્ટનું મહત્ત્વનું યોગદાન છે.
આ ફિલ્મ યૂ-ટ્યૂબ પર રિલીઝ થયા પછી વિશ્વના મોટા-મોટા ફિલ્મ ફેસ્ટિવલ્સ જેવા કે રેઈન ડાન્સ ફિલ્મ ફેસ્ટીવલ, ડેમોનીક બ્રિલીયન્સ ફિલ્મ ફેસ્ટીવલ, બર્લીન ફિલ્મ ફેસ્ટીવલ, ઈન્ટરનેશનલ ઈન્ડીપેન્ડેન્ટ ફિલ્મ એવોર્ડમાં સબમિટ કરવામાં આવશે. આ ફિલ્મ ૧૮ વર્ષથી વધુ વયના દર્શકો માટે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial