Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલા સહિત સાત વ્યક્તિએ લાકડી-પાઈપ ફટકાર્યાઃ
જામનગર તા. ૧૭: લાલપુરના પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં રહેતા અને ત્યાં જ વ્યવસાય કરતા એક આસામીએ પોતાની દુકાન પાસે દારૂ વેચવાની ના પાડતા એક મહિલા સહિત ત્રણે ઝઘડો કર્યા પછી સોમવારે રાત્રે આ વેપારીના ઘરના ફળીયામાં ઘૂસી જઈ સાત વ્યક્તિએ પાઈપ-લાકડી, ઢીકાપાટુથી હુમલો કરી વેપારી તેમના પત્ની, પુત્રને માર માર્યાે હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં રહેતા અને ખારી વિસ્તારમાં દુકાન ચલાવતા વાલજીભાઈ ઢચા નામના આસામીએ પોતાના ઘર તથા દુકાન પાસે દારૂ વેચતા આશાબેન ગઢવી, હદાભાઈ તથા ઉમેદસિંહ ધીરૂભાને ત્યાં દારૂ ન વેચવા માટે બે દિવસ પહેલાં કહ્યું હતું.
આ બાબતનો ખાર રાખી સોમવારે રાત્રે આસામી તથા હદાભાઈ ઝઘડો કરવાના ઈરાદાથી વાલજીભાઈના ઘર પાસે આવ્યા હતા. જ્યાં બોલાચાલી કર્યા પછી ફળીયામાં ઘૂસી ગયેલા હદાભાઈએ ફોન કરીને ઉમેદસિંહને બોલાવતા ઉમેદસિંહ તથા પાઈપ-લાકડી સાથે નરેન્દ્રસિંહ ઉર્ફે નંદો ધસી આવ્યા હતા. તેની સાથે વિજયસિંહ અને તેનો મોટો ભાઈ તેમજ હદાનો નાનોભાઈ પણ ધસી આવ્યા હતા. આ વ્યક્તિઓએ ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી વાલજીભાઈના પત્ની હંસાબેનને માર મારી પછાડી દીધા હતા. હદાએ ગળુ પકડી લીધુ હતું અને વિજયસિંહે વાલજીભાઈને લાકડી વડે માર માર્યાે હતો. ઉમેદસિંહે પાઈપ ફટકાર્યાે હતો.
આ વેળાએ વાલજીભાઈ તથા હંસાબેનને બચાવવા માટે તેમનો પુત્ર મયુર દોડી આવતા વિજયસિંહે તેને પણ ઢીકાપાટુથી માર મારી ઈજા પહોંચાડી હતી. આ ટોળુ હંસાબેન તથા તેના પરિવારને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી નાસી ગયું હતું. મેઘપર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હંસાબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાતેય વ્યક્તિ સામે ભારતીય ન્યાયસંહિતાની કલમો તથા એટ્રોસિટી એક્ટ અને જીપી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial