Advertisement
Author: નોબત સમાચાર

જામનગરને પાણી પુરૃં પાડતા ચારેય જળાશયોમાં નવા નીરઃ ત્રણ મહિના ચાલે તેટલો થયો જળસંગ્રહ

જામનગર તા. ૧૭: શહેર-જિલ્લામાં વરસાદ પડતા  જામનગર શહેરને પાણી પુરું પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવતા ત્રણ માસ જેટલો પાણી જથ્થો સંગ્રહ થયો છે. લાખોટામાં પણ પાણી આવ્યું છે. જ્યારે જિલ્લાના રપ ડેમોમાંથી ચાર ડેમો ઓવરફલો થયા છે.

જામનગર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત લાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પુરૃં પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેથી જામનગર શહેર માટે હાલ ત્રણ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો ચારેય ડેમમાં સંગ્રહ થયો છે.

જામનગરના રણજીત-સાગર ડેમમાં ગઈકાલે નવું બે ફૂટ પાણી આવ્યું છે. ડેમની સપાટી ર૦ ફૂટ હી જે વધીને રર ફૂટ થઈ છે, અને ૬૩૬ એમસીએફટી નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત શહેરને પાણી પુરૃં પાડતા સસોઈ ડેમમાં પણ ગઈકાલે અડધો ફૂટ નવું પાણી આવ્યું છે. કુલ પ૩૪ એમસીએફટી નવા પાણીની આવક થતાં ડેમની કુલ સપાટી ૧૩.૮૮ ફૂટ થઈ છે.

આ ઉપરાંત ઉંડ-ર ડેમમાં પણ ગઈકાલે રાત્રે ૮પ૭ એમસીએફટી પાણી આવતાં હાલ ડેમની સપાટી ૧૩.૪પ ફૂટ થઈ છે. જ્યારે આજી ડેમમાં પણ ગઈકાલે ૪પ૦ એમસીએફટી નવું પાણી આવ્યું છે, અને આ ડેમની સપાટી પણ ૧ર.૧૩ ફૂટ થઈ છે.

ચારેય જળાશયોમાં નવા પાણીની આવક થવાની જામનગર શહેર માટે ત્રણેક મહિના જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, એમ જામનગર મહાનગર-પાલિકાની હોટલ વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે અને હજુ પણ વરસાદી વાતાવરણ બંધાયેલું છે, જેથી તમામ ડેમમાં વધુ પાણીની આવક થઈ શકે તેમ છે.

જામનગર શહેરના જીવાદોરી સમાન રણમલ તળાવમાં પણ નવા પાણીની આવક થઈ છે. ગઈકાલે દરેડ આસપાસના ગ્રામ્ય પંથકમાં બે ઈંચથી વધુ વરસાદ પડી ગયો હોવાના કારણે દરેડની કેનાલમાં પાણી આવ્યું હતું, અને તળાવ ઠલવાયું હતું. જેથી રણમલ તળાવની સપાટીમાં પણ વધારો થયો છે.

ચાર જળાશયો ઓવરફલો

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે મેઘરાજાનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો, અને ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના રપ જળાશયોમાંથી ચાર જળાશયો ઓવરફલો થયા છે. જ્યારે અન્ય પાંચ જળાશયમાં નવા પાણીની આવક થઈ છે.

ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગર નજીક આવેલો સપડા ડેમ કે જે ગઈકાલના વરસાદથી ઓવરફલો થઈ ગયો છે. તે ઉપરાંત સસોઈ-ર ડેમ કે જે અનગેટેડ છે, તે ડેમ પણ ઓવરફલો થઈ ગયો છે, અને ડેમની પાળી પરથી પાણી પસાર થઈ રહ્યું છે.

ત્યારબાદ ઉંડ-૪ ડેમ અને વાગડિયા ડેમ કે જે આ બંને ડેમ પણ અનગેટેડ છે, અનેતે બંને ડેમ પણ પુરા ભરાઈ ગયા છે અને ઓવરફલો થઈ રહ્યા છે.

આ પહેલા ઉમિયા સાગર ડેમમાં પાણીનો વધુ જથ્થો આવી ગયો હોવાથી ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું, અને ડેમની સપાટી જાળવવામાં આવી છે. ઉપરાંત અન્ય પાંચ જળાશયોમાં ગઈકાલે નવા પાણીની આવક થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh