Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આને કહેવાય સાચા ગુરૂજન... પ્રશંસનિયઃ
ખંભાળીયા/રાવલ તા. ૧૭: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ રાવલ તાલુકા શાળા નં. ૧ ના આચાર્યની દિલેરીની ચોતરફ પ્રશંસા થઈ રહી છે તેઓ પ્રતિ વર્ષ દોઢલાખનું બાળકોને દાન આપે છે.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ રાવલની તાલુકા શાળા નં. ૧ ના આચાર્ય રમેશભાઈ ચોચાની દિલેરી શૈક્ષણિક વર્તુળોમાં ભારે પ્રશંસાપાત્ર બની છે.
રમેશભાઈ પ્રતિ વર્ષ પોતાના પગારમાંથી દોઢ લાખ રૂપિયા જેવી માતબર રકમ શાળાના વિદ્યાર્થીઓ માટે ખર્ચે છે, તેઓ શાળાના તમામ બાળકોને બે બે જોડી ગણવેશ, શૈક્ષણિક કીટ આપે છે અને પ્રાર્થના પછી બાળકોને કાજુ- બદામ આપવામાં આવે છે. એટલું જ નહીં જરૂરતમંદ વિશેષ બાળકનો ખર્ચ પણ આ રમેશભાઈ ઉઠાવે છે, જે ઉમદા કાર્ય રાવલ પંથકમાં ભારે પ્રશંસારૂપ બન્યું છે.
અમારા રાવલના પ્રતિનિધિઓ આ અંગે જણાવાયું કે રાવલની તાલુકા શાળા નં. ૧ ગામની સૌથી જુની પ્રાથમિક શાળા છે, અને તેમાં ભણીને રાવલના ઘણાં લોકોએ ઉચ્ચ હોદ્દાઓ કે નોકરી, ધંધામાં પ્રતિષ્ઠા મેળવી છે, પરંતુ કાળક્રમે આ સરકારી શાળાની એવી પડતી થવા લાગી કે તે ભૂતકાળમાં બંધ થવાના આરે હતી, તેવા સમયે રમેશભાઈ ચોચાની આ શાળામાં નિમણૂક થઈ, અને તેઓએ અંગત રસ લઈને તથા ગાંઠના નાણાં ખર્ચીને વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવવાનું શરૂ કર્યું અને આ શાળામાં ઘટી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યા ક્રમશઃ વધવા લાગી. આ કારણે તે સમયથી અત્યાર સુધીમાં આ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા દસ ગણી થઈ ગઈ છે.
આપણાં પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ આશ્રમમાં શિષ્યોને ભણાવતા, તેવી જ રીતે રમેશભાઈ તેના સહયોગીઓને સાથે રાખીને વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવે છે એટલું જ નહીં, શિક્ષણ સાથે પ્રેરણા, સંસ્કાર અને પોષણ પણ આપે છે. અભ્યાસ સામગ્રી અને પૌષ્ટિક નાસ્તા ઉપરાંત જરૂરતમંદ વિદ્યાર્થીઓને આર્થિક મદદ પણ કરે છે.
રમેશભાઈ સ્વયં ઘણો સંઘર્ષ કરીને જિંદગીમાં આગળ વધ્યા હોવાથી તેઓ વિદ્યાર્થીઓનું મજબૂત ઘડતર કરી રહ્યા છે, આને કહેવાય સાચા ગુરૂજન... પ્રશંસનિય....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial