Advertisement
Author: નોબત સમાચાર

પેન્શન રિવિઝન માટે ટેલિફોન વિભાગના પેન્શનરોના દેખાવો

બીએસએનએલ-એમટીએનએલના સંયુકત ફોરમનું આંદોલન

જામનગર તા. ૧૭: બીએસએનએલ એમટીએનએલ સંયુકત ફોરમના પેન્શન રીવીઝન માટે ત્રણ તબક્કાના આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ થતાં ગુજરાતમાં પણ દેખાવો કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતાં.

બીએસએનએલ. એમટીએનએલ ફોરમના લીડર મનુભાઈ ચનિયારા સર્કલ સેક્રેટરી નટુભાઈ પટેલ સહિતનાઓની આગેવાનીમાં અમદાવાદમાં તા. ર-૭-ર૪ ના દેખાવો કરવામાં આવ્યા હતાં અને ચીફ જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવાયું હતું.

આ પછી તા. ૮ ના રોજ એક વચ્યુઅલ મિટિંગ યોજાઈ હતી. તેમાં નિર્ણય લેવાયા મુજબ તા. ર૭-૮-ર૪ ના તમામ સર્કલમાં માર્ચ-રેલીનું આયોજન કરવું, તા. ૧ર-૧૧-ર૪ ના દિલ્લીમાં જંતર-મંતરમાં ધરણાં કરવા તથા ઓગષ્ટ, સપ્ટેમ્બરમાં આવેદનપત્ર પાઠવી પેન્શન રીવીઝન સમાધાન માટે હસ્તક્ષેપની માંગ કરી સ્થાનિક સાંસદને મળવું, ગુજરાતમાં અમદાવાદમાં તા. ર૭-૮-ર૪ ના બેનરો-સુત્રોચાર સાથે રેલી નિકળશે, અને આવેદન પાઠવેલ તમામ જિલ્લામાંથી સભ્યો જોડાનાર છે. આ માટે ડી.ડી. મિસ્ત્રી, (જનરલ સેક્રેટરી) અને મનુભાઈ ચનિયારા (સર્કલ સેક્રેટરી) એ દરેક જિલ્લામાંથી પ્રતિનિધિઓને હાજરી આપવા અપીલ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh