Advertisement
Author: નોબત સમાચાર

'ઉજાસ-એક આશાની કિરણ'માં પાંચ પરિવારને વિખૂટા પડતા અટકાવાયા

દ્વારકા જિલ્લામાં પ્રિટિલિગેશન લોકઅદાલત શરૂ થઈઃ

ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'ઉજાસ-એક આશાની કિરણ' અંતર્ગત વૈવાહિક તકરારોના ત્વરિત ઉકેલ માટે પ્રિલિટીગેશન લોકઅદાલત શરૂ કરવામાં આવી છે. જેમાં પાંચ પરિવારને વિખૂટા પડતા અટકાવવામાં આવ્યા છે.

રાજ્યની વડી અદાલતના જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા ગઈ તા.૧૯ એપ્રિલથી રાજ્યમાં વૈવાહિક તકરારોના ત્વરિત તથા ખર્ચ રહિત નિવારણ માટે પ્રિલિટીગેશન લોકઅદાલત દરેક જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી. જેમાં દ્વારકા જિલ્લાના પાંચ તૂટતા પરિવારોને બચાવી લેવામાં આવ્યા હતા.

દ્વારકા જિલ્લા ડીએલએસએના ચેરમેન એસ.વી. વ્યાસના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લામાં શરૂ કરાયેલી પ્રિલિટીગેશન લોક અદાલતમાં પતિ-પત્ની વચ્ચે શંકા, માનસિક ત્રાસ, ભરણપોષણનો વિવાદ તથા નાની તકરારમાં છૂટા થઈ જવાની ઉતાવળવાળા કેસમાં આવા દંપતીઓનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

લોકઅદાલતમાં જિલ્લાના મુખ્ય ન્યાયાધિશ એસ.વી. વ્યાસના માર્ગદર્શનમાં પ્રિન્સીપાલ સેશન્સ જજ એમ.આર. શુકલા, મીડિયેટર કીર્તિદાબેન ઉપાધ્યાય, પીએલવી દ્વારા અગાઉ એક તથા જુલાઈ મહિનામાં ચાર દંપતી વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીને ગોપનીય રાખવામાં આવી હતી. આ જ રીતે આ લોકઅદાલતમાં કોઈ દબાણ વગર સમજાવટના માધ્યમથી રસ્તો કાઢી આપવામાં આવી રહ્યો છે. કોઈપણ વ્યક્તિ સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન કે અભયમ્ મહિલા હેલ્પલાઈનમાં ગુન્હો નોંધાવતા પહેલાં 'ઉજાલા-એક આશાની કિરણ' પ્રિલિટીગેશન લોકઅદાલતનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh