Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા કરાયા પછી નાસી ગયેલા આરોપીને પકડી લેવાયો

આઠ વર્ષ પહેલાં નોંેંધાઈ હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૭: જામનગરના એક શખ્સ સામે આઠ વર્ષ પહેલાં રાજકોટની કોર્ટમાં ચેક પરતની ફરિયાદ થઈ હતી. તે શખ્સને સજા થતાં તે નાસી ગયો હતો. આ આરોપીને એસઓજીએ રણજીતસાગર રોડ પરથી પકડી પાડ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં વસવાટ કરતા ખોડાભાઈ નાગજીભાઈ રામાણી નામના પટેલ આસામી સામે વર્ષ ૨૦૧૬માં રાજકોટની અદાલતમાં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ખોડાભાઈ રામાણીને તક્સીરવાન ઠરાવી સજા ફટકારી હતી. તે પછી આ આરોપી નાસી ગયો હતો. તે શખ્સ રણજીતસાગર રોડ પર આવ્યો હોવાની બાતમી એસઓજીના વિરેન્દ્રસિંહ, બળભદ્રસિંહ, તૌસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ દોડી ગયેલી એસઓજી ટીમે આરોપીને પકડી પાડ્યો છે. તેનો કબજો ધ્રોલ પોલીસને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh